Not Set/ ઐતિહાસિક રથયાત્રા પૂર્વે સાદગીથી ભગવાન જગન્નાથની જળયાત્રા, ભૂદરનાં આરે જળની પૂજાવિધિ,

રથયાત્રાની પૂર્વે યોજાતી જળ યાત્રા નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જે દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ સાદગી પૂર્વક સંપન્ન કરવામાં આવી છે. ભગવાન જગન્નાથ મંદિર જળયાત્રાનું અત્યંત સાદગી પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ જળ યાત્રામાં હાજર તમામ લોકોએ માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા. જગન્નાથ મંદિરના મહંત  દિલીપદાસજીએ […]

Ahmedabad Gujarat
0784f4e8af9a68597616dac4338a97b9 ઐતિહાસિક રથયાત્રા પૂર્વે સાદગીથી ભગવાન જગન્નાથની જળયાત્રા, ભૂદરનાં આરે જળની પૂજાવિધિ,
0784f4e8af9a68597616dac4338a97b9 ઐતિહાસિક રથયાત્રા પૂર્વે સાદગીથી ભગવાન જગન્નાથની જળયાત્રા, ભૂદરનાં આરે જળની પૂજાવિધિ,

રથયાત્રાની પૂર્વે યોજાતી જળ યાત્રા નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. જે દર વર્ષની જેમ ધામધૂમથી નહિ, પરંતુ સાદગી પૂર્વક સંપન્ન કરવામાં આવી છે. ભગવાન જગન્નાથ મંદિર જળયાત્રાનું અત્યંત સાદગી પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

આ જળ યાત્રામાં હાજર તમામ લોકોએ માસ્ક અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરતા જોવા મળ્યા હતા. જગન્નાથ મંદિરના મહંત  દિલીપદાસજીએ જળ યાત્રાની સમગ્ર પૂજાવિધિ  કરાવી હતી. આ પૂજા વિધિમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ હાજરી આપી હતી. અને તેમના હસ્તેજ આ  જળયાત્રા વિધિ કરવામાં આવી હતી.

જળને  કળશમાં ભરીને ભગવાન જગન્નાથ મંદિરે લઈ જવામાં આવ્યા છે. કોરોનાના કહેર વચ્ચે આજે અત્યંત સાદગી પૂર્વક જળયાત્રા સંપન્ન કરવામાં આવી છે. ગંગા પૂજનનો અનેરો અવસર સાબરમતી રિવરફ્રન્ટ પર જોવા મળ્યો હતો. તો જળ ભર્યા બાદ નદીના મધ્યમાં જઈને પૂજા કરાઈ હતી. દિલીપદાસજી અને નાયબ મુખ્યમંત્રીએ બોટમાં નદીમાં મધ્યમાં જઈને સાબરમતીના નીરને કળશમાં ભર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.