Not Set/ ઓનલાઈન શોપિંગ આજથી થઇ શકે છે શરૂ, રાજ્યોની માર્ગદર્શિકાની જોવાઇ રહી છે રાહ

દેશમાં લોકડાઉન 4.0 ની આજથી શરૂઆત થઇ ગઇ છે. આ લોકડાઉન આવતા 14 દિવસ સુધી એટલે કે 31 મે સુધી રહેશે. આ દરમિયાન ઇ-કોમર્સ કંપનીઓ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીઅલ સોમવારથી દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં તેમની સંપૂર્ણ સેવાઓ ફરી શરૂ કરી શકે છે. લોકડાઉનનાં ચોથા તબક્કાએ વધુ રાહત આપવામાં આવી છે અને કંપનીઓ તેમની સેવાઓ ફરી […]

Business
5910a0bd79384daaab211fdda6b5e213 ઓનલાઈન શોપિંગ આજથી થઇ શકે છે શરૂ, રાજ્યોની માર્ગદર્શિકાની જોવાઇ રહી છે રાહ

દેશમાં લોકડાઉન 4.0 ની આજથી શરૂઆત થઇ ગઇ છે. આ લોકડાઉન આવતા 14 દિવસ સુધી એટલે કે 31 મે સુધી રહેશે. આ દરમિયાન ઇ-કોમર્સ કંપનીઓ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીઅલ સોમવારથી દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં તેમની સંપૂર્ણ સેવાઓ ફરી શરૂ કરી શકે છે. લોકડાઉનનાં ચોથા તબક્કાએ વધુ રાહત આપવામાં આવી છે અને કંપનીઓ તેમની સેવાઓ ફરી શરૂ કરવા તૈયાર છે, પરંતુ તેઓ આ સંદર્ભે રાજ્ય સરકારની માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યા છે.

લોકડાઉનનાં ચોથા તબક્કામાં 31 મે સુધી લંબાવાયા, ગૃહ મંત્રાલયે ખાસ પ્રતિબંધિત સિવાય અન્ય તમામ પ્રવૃત્તિઓ ખોલવાની મંજૂરી આપી છે. વળી પ્રતિબંધિત વિસ્તારોમાં ફક્ત ફરજિયાત સેવાઓની મંજૂરી છે. પ્રોહિબિશન ઝોન જાહેર કરવાની સત્તા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વહીવટને આપવામાં આવી છે. આ સંદર્ભે એમેઝોન અને ફ્લિપકાર્ટને મોકલેલા ઇમેઇલ્સનો જવાબ મળ્યો નથી.

વળી પેટીએમ મોલનાં સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રીનિવાસ મોઠે જણાવ્યું હતું કે, સરકારનાં આ પગલાથી કંપનીને રેડ ઝોનમાં આવતા મોટાભાગનાં મોટા શહેરોનાં ઘણા વિસ્તારોમાં પહોંચાડવામાં મદદ મળશે. બીજી તરફ, સ્નેપડીલનાં પ્રવક્તાએ કહ્યું કે, મંત્રાલયની માર્ગદર્શિકા દેશનાં મોટાભાગનાં વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ કરવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.