ભાવ વધારો/ જનતા પર ફરી મોંઘવારીનો માર, પેટ્રોલ બાદ CNG-PNG નાં ભાવમાં વધારો

સામાન્ય માણસ ઉપર મોંઘવારીનો ભાર સતત વધી રહ્યો છે. જણાવી દઇએ કે, 1 માર્ચે એલપીજીનાં ભાવ વધારવામાં આવ્યા હતા,

Business
Mantavya 13 જનતા પર ફરી મોંઘવારીનો માર, પેટ્રોલ બાદ CNG-PNG નાં ભાવમાં વધારો

સામાન્ય માણસ ઉપર મોંઘવારીનો ભાર સતત વધી રહ્યો છે. જણાવી દઇએ કે, 1 માર્ચે એલપીજીનાં ભાવ વધારવામાં આવ્યા હતા, હવે સીએનજી અને પાઈપો દ્વારા ઘરોનાં રસોડામાં પહોંચવા માટે વાહનોમાં વપરાતા પીએનજી ગેસનાં ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.

Vaccination / આજે સુપ્રીમ કોર્ટનાં જજોને મુકાશે વેક્સીન

દિલ્હી સહિત સમગ્ર એનસીઆરમાં સીએનજીનાં ભાવમાં પ્રતિ કિલો 70 પૈસાનો વધારો થયો છે, પીએનજીનાં ભાવમાં 91 પૈસાનો વધારો થયો છે. નવા દર મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે. આપને જણાવી દઈએ કે, 1 માર્ચથી, એલપીજી ગેસ સિલિન્ડર પણ દિલ્હીમાં 25 રૂપિયા મોંઘા થયા હતા. વળી પેટ્રોલ અને ડીઝલની કિંમત પહેલાથી જ રેકોર્ડ ઉંચાઇ સુધી પર છે. 1 માર્ચ 2021 નાં ​​રોજ એલપીજી, પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારા બાદ મોડી સાંજે સીએનજી અને પીએનજીનાં ભાવમાં થયેલા વધારાએ દિલ્હી-એનસીઆરનાં લોકોને મોટો આંચકો આપ્યો હતો. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે સોમવારે રાજધાની દિલ્હી-એનસીઆરમાં સીએનજી અને પીએનજીનાં ભાવ વધારાની સત્તાવાર જાહેરાત કરી હતી.

Panchmahal: મતગણતરીના કલાકોનું કાઉન્ટડાઉન શરૂ, આ પહેલા જ કોંગ્રેસ ઉમેદવારની અટકાયત

નવા દર 2 માર્ચ 2021 ને મંગળવારે સવારે 6 વાગ્યાથી લાગુ થયા છે. આઇજીએલે સીએનજીનાં ભાવમાં 70 પૈસાનો વધારો કર્યો હતો, ત્યારે પીએનજીનાં ભાવમાં 91 પૈસાનો વધારો થયો છે. આ વધારા પછી, દિલ્હીમાં સીએનજીની કિંમત મંગળવારે સવારે 6 વાગ્યાથી પ્રતિ કિલો 43.40 રૂપિયા પર પહોંચી ગઈ છે. એનસીઆરમાં, તે પ્રતિ કિલોગ્રામ 49.08 હશે. સીએનજી ઉપરાંત, પીએનજીનાં નવા દર મંગળવારે સવારે 6 વાગ્યાથી વધીને 28.42 પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યૂબિક મીટર થશે. આપને જણાવી દઈએ કે, 1 માર્ચે સવારે એલપીજીનાં ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી પછીનો આ ચોથો વધારો હતો. એકલા ફેબ્રુઆરીમાં, એલપીજીનાં ભાવમાં ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ