Not Set/ કંગનાની સિમરન ફલોપ

કંગનાની ફિલ્મને સાધારણ કહી શકાય એવુ ઓપનીંગ મળ્યું છે. છેલ્લા બે ત્રણ અઠવાડિયા કંગના વિવાદોનું કેન્દ્ર રહી છે. હૃત્વિક રોશનને લઈ નવા ખુલાસાઓ અને આદિત્ય પંચોલી સાથે લીવ-ઈન અને કોલ્ડ વોર જેવા સમાચારોને કારણે કંગના ચેનલો અને અખબારોના મથાળા બની. અનેક ન્યૂઝ ચેનલોએ એના લાંબા લાંબા ઈન્ટરવ્યુ લીધા અને એની ફિલ્મી યાત્રાને બિરદાવી. જો આ […]

Entertainment
575261 kangana ranaut simran કંગનાની સિમરન ફલોપ

કંગનાની ફિલ્મને સાધારણ કહી શકાય એવુ ઓપનીંગ મળ્યું છે. છેલ્લા બે ત્રણ અઠવાડિયા કંગના વિવાદોનું કેન્દ્ર રહી છે. હૃત્વિક રોશનને લઈ નવા ખુલાસાઓ અને આદિત્ય પંચોલી સાથે લીવ-ઈન અને કોલ્ડ વોર જેવા સમાચારોને કારણે કંગના ચેનલો અને અખબારોના મથાળા બની. અનેક ન્યૂઝ ચેનલોએ એના લાંબા લાંબા ઈન્ટરવ્યુ લીધા અને એની ફિલ્મી યાત્રાને બિરદાવી. જો આ બધું પબ્લિસીટીના સ્ટંટની કવાયતનો હિસ્સો હતું તો આ સ્ટંટ કંગનાને માથે પડયો છે. આ બધામાં ‘સિમરન’ ખોવાઈ ગઈ. ફિલ્મ કરતાં વધુ દર્શકો કંગનાની અંગત જીવનની સ્ટોરીઓને મળ્યા. સમીક્ષકોએ પણ ‘સિમરન’ને કોરાણે મૂકી દીધી. મોટાભાગનાઓએ ઈન્ટરવલ પોતાના ભાગને સાધારણ અને પછીના ભાગને ઢીલો લેખાવ્યો. કંગનાના વખાણ થયા પણ ‘સિમરન’ લોકોની અપેક્ષાઓને સંતોષવામાં ઉણી પૂરવાર થઈ.કંગના રનૌતના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક વિવાદોની ગર્જનાઓની પશ્ચાદભૂમિકામાં રિલીઝ થયેલી ‘સિમરન’ બોક્સ ઓફિસ પર ખાસ કંઈ ઉકાળી નથી શકી.