Not Set/ કચ્છીધરા આજે ફરી ધણધણી, ભચાઉમાં અનુભવાયા બે આંચકા

પાછલા કેટલાક દિવસથી દેશભરના અનેક વિસ્તારોમાં ભૂંકપના આચકા અનુભવાઇ રહ્યા છે. ભારતનાં ઉત્તર – પૂર્વ વિસ્તારથી લઇને ગુજરાત માહારાષ્ટ્ર સહિતના રાજ્યોની ધરા કંપી રહી હોવાની વાત વિદિત છે. ગઇ કાલે પણ કચ્છમાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. તો આજે વહેલી સવારે કચ્છના ભચાઉમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા હોવાની વિગતો સામે આવી રહી છે. આજે વહેલી સવારે 3.18 મિનિટે […]

Gujarat Others
36941d864a7ae9d96b71c0c9c165164e કચ્છીધરા આજે ફરી ધણધણી, ભચાઉમાં અનુભવાયા બે આંચકા

પાછલા કેટલાક દિવસથી દેશભરના અનેક વિસ્તારોમાં ભૂંકપના આચકા અનુભવાઇ રહ્યા છે. ભારતનાં ઉત્તર – પૂર્વ વિસ્તારથી લઇને ગુજરાત માહારાષ્ટ્ર સહિતના રાજ્યોની ધરા કંપી રહી હોવાની વાત વિદિત છે. ગઇ કાલે પણ કચ્છમાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. તો આજે વહેલી સવારે કચ્છના ભચાઉમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા હોવાની વિગતો સામે આવી રહી છે.

આજે વહેલી સવારે 3.18 મિનિટે 1.7ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો, તો સવારે 8.50 મિનિટે 2.1ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. કેન્દ્ર બીંદુ ફરી ભચાઉ આસપાસ હોવાનુ સામે આવી રહ્યું છે ત્યારે ભચાઉમાં જૂની ફોલ્ટ લાઇન ફરી સક્રિય બની હોવાનું વિદિત થઇ રહ્યું છે. 

પાછલા દિવસોમાં જે રીતે ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યા છે અને જે રીતે આંચકાની ફ્રિક્વનસી વધતી જોવામાં આવી રહી છે, તો કચ્છવાસીઓ સહિત ગુજરાતનાં લોકોમાં ભયનો માહોલ સર્જી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે કચ્છ અને ગુજરાતે પૂર્વે જે વિનાશક ભૂકંપ જોયો છે, તેના કારણે સમગ્ર રાજ્યમાં લોકો ચિંતાતુર જોવમાં આવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews