Not Set/ કચ્છ/ ગર્ભવતી મહિલાઓને રસી આપનાર નર્સ કોરોનાની ઝપેટમાં, તંત્રમાં મચ્યો ખળભળાટ

કચ્છમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. કચ્છમાં કોરોના પોઝિટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ નવા 11 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ નવા 11 પોઝિટીવ કેસ સામે આવ્યા તેમાં ચોકાવનારી વાતએ છે કે, કોરોના પોઝિટિવ  એક નર્સે 10 સગર્ભાને રસી આપી હતી. અબડાસાના મોટી બેર વિસ્તારમાં કોરોના ગ્રસ્ત બનેલા મહિલા આરોગ્ય […]

Gujarat Others
d2775adccc54c58348b2ab9d4f337bb2 કચ્છ/ ગર્ભવતી મહિલાઓને રસી આપનાર નર્સ કોરોનાની ઝપેટમાં, તંત્રમાં મચ્યો ખળભળાટ

કચ્છમાં કોરોનાનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. કચ્છમાં કોરોના પોઝિટીવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે વધુ નવા 11 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા છે. આ નવા 11 પોઝિટીવ કેસ સામે આવ્યા તેમાં ચોકાવનારી વાતએ છે કે, કોરોના પોઝિટિવ  એક નર્સે 10 સગર્ભાને રસી આપી હતી. અબડાસાના મોટી બેર વિસ્તારમાં કોરોના ગ્રસ્ત બનેલા મહિલા આરોગ્ય કર્મચારી રસીકરણમાં જોડાયેલા હતા.

આ નર્સનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયું છે. પ્રાથમિક તબક્કે તમામ ગર્ભવતી બહેનોને હાલ પ્રાથમિક શાળામાં ક્વોરેન્ટાઇન કરી દેવાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આરોગ્ય વિભાગ દ્વારા આ નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો તે વાત છુપાવામાં આવી હતી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.