Not Set/ કમલનાથનો મોદી સરકાર પર શાંબ્દિક હુમલો, કહ્યુ-  લોકડાઉનનું એલાન કરવામાં…

કોરોના વાયરસનો કહેર ભારતભરમાં ચાલુ છે. મધ્યપ્રદેશમાં પણ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તે 500 ની આંકડાને વટાવી ગયો છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પર રાજકારણે પણ જોર પકડ્યું છે. પૂર્વ રાજ્યનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા કમલનાથે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આક્ષેપ કર્યો […]

India

કોરોના વાયરસનો કહેર ભારતભરમાં ચાલુ છે. મધ્યપ્રદેશમાં પણ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તે 500 ની આંકડાને વટાવી ગયો છે. દરમિયાન મધ્યપ્રદેશમાં કોરોના પર રાજકારણે પણ જોર પકડ્યું છે. પૂર્વ રાજ્યનાં મુખ્યમંત્રી અને કોંગ્રેસનાં નેતા કમલનાથે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે, રાજ્યમાં કોંગ્રેસની સરકાર પાડવા માટે સંસદની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને કેન્દ્ર સરકારે ભાજપની સરકાર બનાવવા માટે લોકડાઉનની જાહેરાતને વિલંબિત કરી હતી.

રવિવારે મધ્ય પ્રદેશ કોંગ્રેસનાં વડા કમલનાથે કહ્યું કે, સંસદ માત્ર એટલા માટે ચલાવવામાં આવી જેથી મધ્યપ્રદેશ વિધાનસભાની કાર્યવાહી ચાલુ રહે અને કોંગ્રેસની સરકારને પાડી શકાય. શિવરાજસિંહની શપથ બાદ જ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપ મધ્યપ્રદેશની જનતાને બેવકૂફ બનાવી રહ્યું છે, કારણ કે આટલા ગંભીર સંકટમાં પણ રાજ્યમાં ન કોઇ મંત્રામંડળ છે અને ન કોઇ સ્વાસ્થ્ય મંત્રી કે ગૃહ મંત્રી છે. કમલનાથે કહ્યું, “મેં 20 માર્ચે રાજીનામું આપ્યું હતું, પરંતુ લોકડાઉનની જાહેરાત ત્યારે થઇ જ્યારે 23 માર્ચનાં રોજ શિવરાજસિંહ ચૌહાણે મુખ્યમંત્રી પદનાં શપથ લીધા.” તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ફેબ્રુઆરીમાં જ કહ્યું હતું કે, કોરોના વાયરસનો રોગચાળો એક મોટી સમસ્યામાં ફેરવાશે, પરંતુ તે પછી પણ કંઇ કરવામાં આવ્યું નથી. કોવિડ-19 નાં ખતરાને ધ્યાનમાં રાખીને, ઘણા રાજ્યોની વિધાનસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી, પરંતુ અમારી સરકાર પડી ત્યાં સુધી સંસદ કાર્યરત રહ્યુ.

તેમણે એમ પણ કહ્યું હતું કે, મુખ્યમંત્રી હોવાથી મેં રોગચાળાનો ફેલાવો રોકવા માટે તે સમયે કેટલાક નિર્ણયો લીધા હતા. અમે 8 માર્ચે જ શોપિંગ મોલ્સ, સ્કૂલ વગેરે બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. તે સમયે કોઈ લોકડાઉન થયું ન હતું, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને કારણે અમે કેટલાક પગલા લીધા હતા. તેમણે એમ પણ કહ્યું કે જ્યારે સ્પીકરે જાહેરાત કરી હતી કે તેઓ કોવિડ-19 નાં સંકટને ધ્યાનમાં રાખીને ગૃહને મુલતવી રાખે છે. પરંતુ જુઓ પછી શું થયું. સમગ્ર દેશને તાળુ મારી દેવાયુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.