Not Set/ કરિશ્મા કપૂરે બનાવેલ કેક ખાઈને ખુશ થઇ કરિના કપૂર, કહી દિલની વાત

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને સોમવારે ચોકલેટ કેકનો સ્વાદ માણ્યો  હતો, જે તેની બહેન કરિશ્મા કપૂરે બનાવી હતી. કરીના કપૂર ખાને ઇંસ્ટાગ્રામ પર કેકની કેટલીક તસ્વીરો શેર કરી હતી અને કરિશ્માની બેકિંગ સિકલની પ્રશંસા પણ કરી હતી. જો કે કેક સિવાય જે વસ્તુ પર લોકોનું સૌથી વધારે ધ્યાન ગયું હોય તો એ છે કરીનાના પતિ […]

Uncategorized
99dd29c73ee5418be56d85873a69d92c કરિશ્મા કપૂરે બનાવેલ કેક ખાઈને ખુશ થઇ કરિના કપૂર, કહી દિલની વાત

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાને સોમવારે ચોકલેટ કેકનો સ્વાદ માણ્યો  હતો, જે તેની બહેન કરિશ્મા કપૂરે બનાવી હતી. કરીના કપૂર ખાને ઇંસ્ટાગ્રામ પર કેકની કેટલીક તસ્વીરો શેર કરી હતી અને કરિશ્માની બેકિંગ સિકલની પ્રશંસા પણ કરી હતી. જો કે કેક સિવાય જે વસ્તુ પર લોકોનું સૌથી વધારે ધ્યાન ગયું હોય તો એ છે કરીનાના પતિ સૈફ અલી ખાનનો ચીડાયેલો ચહેરો, જે બેકગ્રાઉન્ડમાં બેઠેલો જોવા મળી રહ્યા છે.

કરીના કપૂર ખાને લખ્યું કે, ‘વિશ્વની શ્રેષ્ઠ બહેન દ્વારા બનાવવામાં આવેલી વિશ્વની શ્રેષ્ઠ ચોકલેટ કેકનો સ્વાદ માણતા. અને હા આ આ મિસ્ટર ખાન જ છે, જે બેકગ્રાઉન્ડમાં ચીડાયેલો ચહેરો બનાવીને બેઠા છે.

કરીના કપૂર ખાનની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતાં કરિશ્માએ ટિપ્પણી કરી, ‘હા! લોકડાઉનનો સારી રીતે ઉપયોગ થાય છે અને હું મારા પરિવાર અને મિત્રો માટે બેકિંગ કરી શકું છું. વૈકલ્પિક વ્યવસાય.‘]

આપને જણાવી દઈએ કે કોરોના વાયરસને કારણે થયેલા લોકડાઉન દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના વીડિયો અને ફોટો ફેન્સ સાથે શેર કરે છે. કરિના લોકોને જાગૃત કરવા માટે વિડિયોઝ શેર કરે છે અને કેટલીકવાર તેના પુત્ર તૈમૂરની લોકડાઉન મજાની તસ્વીરો પણ શેર કરે.

જણાવીએ કે ઇન્સ્ટાગ્રામ પર કરીના કપૂરના 30 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. કરીના કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ફિલ્મ લાલ સિંહ ચડ્ડામાં આમિર ખાનની સાથે જોવા મળશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.