Not Set/ ફેરનેસ ક્રીમથી ગોરા બનવાની લાલસા ક્યારેક ત્વચાને મોટું નુકસાન કરી શકે છે

સામાન્ય રીતે યુવતીઓ એવું જ માને છે કે ફેરનેસ ક્રીમથી તે દૂધ જેવી ઊજળી થઈ જશે!,  યુવતીઓ હંમેશાં ગોરી ગોરી ત્વચા ઇચ્છતી હોય છે. અને યુવતીઓની આ મહેચ્છા જુદી જુદી ફેરનેસ ક્રીમ દ્વારા પૂરી થાય છે. જોકે ફેરનેસ ક્રીમ પાછળ ઘેલી થઇને ગોરી ત્વચા મેળવવા માગતી યુવતીઓએ એ જાણી લેવું જોઈએ કે, ફેરનેસ ક્રીમ લગાવવી […]

Fashion & Beauty Lifestyle
e0f5cfc6eeae1d9121b0edd8c3cb6ee4 ફેરનેસ ક્રીમથી ગોરા બનવાની લાલસા ક્યારેક ત્વચાને મોટું નુકસાન કરી શકે છે

સામાન્ય રીતે યુવતીઓ એવું જ માને છે કે ફેરનેસ ક્રીમથી તે દૂધ જેવી ઊજળી થઈ જશે!યુવતીઓ હંમેશાં ગોરી ગોરી ત્વચા ઇચ્છતી હોય છે. અને યુવતીઓની આ મહેચ્છા જુદી જુદી ફેરનેસ ક્રીમ દ્વારા પૂરી થાય છે. જોકે ફેરનેસ ક્રીમ પાછળ ઘેલી થઇને ગોરી ત્વચા મેળવવા માગતી યુવતીઓએ એ જાણી લેવું જોઈએ કે, ફેરનેસ ક્રીમ લગાવવી સુરક્ષિત છે કે નહીં? એક હેલ્થ સર્વે મુજબ ફેરનેસ ક્રીમના તત્વોની સુંદરતા તેમજ  સ્વાસ્થ્ય પર આડઅસર પડતી હોય છે.

કારણ કે બધી જ ફેરનેસ ક્રીમ એવો દાવો કરતી હોય છે કે આ ક્રીમની મદદથી યુવતી અઠવાડિયામાં કે મહિનામાં ગોરી થઈ જશે. અને ગોરી થયા બાદ તે યુવતીનાં તમામ કામ સરળ થઈ જશે.

ફેરનેસ ક્રીમ લગાવીને ગોરી થવા માંગતી યુવતીઓ એ નથી જાણતી કે ફેરનેસ ક્રીમની બનાવટમાં વપરાતું મર્કરી નામનું તત્વ ત્વચા અને સ્વાસ્થ્ય માટે સારું નથી.

મર્કરી ત્વચાનો રંગ ઉઘાડવાને બદલે ત્વચાને વધારે નુકસાન કરે છે. અને આ તત્વ ફેરનેસ ક્રીમની બનાવટમાં બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. વિશ્વભરના ડોક્ટર એ બાબતની મનાઈ ફરમાવી રહ્યાં છે કે, ફેરનેસ ક્રીમનો ઉપયોગ ન કરવો જોઈએ.

કારણ કે મર્કરીને લીધે કિડનીની સમસ્યા થાય છે. તેમ જ નર્વસ સિસ્ટમને લગતી તકલીફો થતી હોય છે. માટે ફેરનેસ ક્રીમ ઉપયોગ કરતાં પહેલાં તેની બનાવટમાં કયા પદાર્થનો ઉપયોગ થયો છે તે જરૂર વાંચો.

ગોરા બનાવતા સાબુ કે ક્રીમનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ ક્રીમ ખરીદતાં પહેલાં તેની પર જોઈને ચકાસી લેવું કે તેની પર લિક્યોરસ લેખલું છે. જો લિક્યોરસ લખેલું હોય તો તે ઉત્પાદનમાં ચોક્કસપણે કેમિક્લ હશે.

વધારે પડતાં ફેરનેસ ક્રીમના ઉપયોગથી ત્વચા પર  હાઇપર પિગમેન્ટેશનની સમસ્યા થાય છે. માટે તમારો વાન જેવો છે તેવો સ્વીકારીને ગોરી ત્વચાનો મોહ છોડી દેવો જોઈએ. કારણ કે ગોરા બનવાની લાલસા ક્યારેક ત્વચાને મોટું નુકસાન કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.