Not Set/ અક્ષયકુમારની ફિલ્મ કંચનામાં અમિતાભ બચ્ચન, પહેલીવાર નીભાવશે ટ્રાંસજેન્ડરનો રોલ

મુંબઈ,  અક્ષયકુમારની આગમી હોરર ફિલ્મ કંચનામાં અમિતાભ બચ્ચન પહેલીવાર ટ્રાંસજેન્ડરનો રોલ નીભાવશે. તમિલ હોરર ફિલ્મ મુની 2: કંચનાની હિન્દી રિમેક બની રહી છે જેમાં અક્ષયકુમાર લીડ રોલમાં જોવા મળશે. અક્ષયની સાથે આ ફિલ્મમાં બોલિવૂડનાં શહેનશાહ અમિતાભ બચ્ચન એક ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવતા જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય રાઘવનો રોલ પ્લે કરી રહ્યો છે જેનાં પર ટ્રાન્સજેન્ડરની […]

Uncategorized
tr 7 અક્ષયકુમારની ફિલ્મ કંચનામાં અમિતાભ બચ્ચન, પહેલીવાર નીભાવશે ટ્રાંસજેન્ડરનો રોલ

મુંબઈ, 

અક્ષયકુમારની આગમી હોરર ફિલ્મ કંચનામાં અમિતાભ બચ્ચન પહેલીવાર ટ્રાંસજેન્ડરનો રોલ નીભાવશે. તમિલ હોરર ફિલ્મ મુની 2: કંચનાની હિન્દી રિમેક બની રહી છે જેમાં અક્ષયકુમાર લીડ રોલમાં જોવા મળશે. અક્ષયની સાથે આ ફિલ્મમાં બોલિવૂડનાં શહેનશાહ અમિતાભ બચ્ચન એક ટ્રાન્સજેન્ડરનો રોલ નિભાવતા જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષય રાઘવનો રોલ પ્લે કરી રહ્યો છે જેનાં પર ટ્રાન્સજેન્ડરની આત્મા રહે છે જેનો ઉદ્દેશ તેની મૃત્યુનો બદલો લેવાનો છે. અક્ષયે પોતાની આ ફિલ્મનું શૂટિંગ શરૃ કરી દીધું છે જેની સાથે ટૂંક સમયમાં બોલિવૂડનું સૌથી મોટું નામ એટલેકે અમિતાભ બચ્ચન જોડાશે.

આ ફિલ્મમાં પહેલીવાર અમિતાભ બચ્ચન એક ટ્રાન્સજેન્ડરનો રોલ પ્લે કરતા જોવા મળશે. જે કંચનાનો રોલ પ્લે કરશે, કંચના એક આત્મા છે જે ફિલ્મનાં મુખ્ય કેરેક્ટરનાં શરીરનો ઉપયોગ પોતાની મૃત્યુનો બદલો લેવા માટે કરે છે. તમિલ કંચના ફિલ્મમાં કંચનાનો રોલ શરદકુમારે પ્લે કર્યો હતો. અગાઉ અમિતાભ બચ્ચન 1981માં આવેલ ફિલ્મ લાવારિસનાં એક સોન્ગમાં ટ્રાન્સજેન્ડરની સાથે ઘણી વુમેન્સનાં ગેટઅપમાં જોવા મળ્યા હતા

ત્યારબાદ પહેલીવાર બીગ બી ફિમેલ ગેટઅપમાં જોવા મળશે. હાલ તો આ ફિલ્મનું ટાઇટલ લક્ષ્મી રાખવામાં આવ્યું છે પણ તેનાં ટાઇટલમાં ફેરબદલ થઈ શકે છે. આ ફિલ્મમાં મેઈન લીડમાં અક્ષયકુમારની સાથે કિયારા અડવાણી તેની પત્નીનાં રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે હવે અમિતાભ બચ્ચનનાં લૂકને લઈને પણ ઘણી એક્સાઇટમેન્ટ ચર્ચાઈ રહી છે.