Not Set/ કર્મચારીઓને લોકડાઉનના 54 દિવસનો પગાર મળશે કે નહીં, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

સુપ્રીમ કોર્ટે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) સહિત અનેક કંપનીઓ દ્વારા દાખલ અનેક અરજીઓ પર ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં કહ્યું કે, જે કંપનીઓ લોકડાઉન દરમિયાન કર્મચારીઓને સંપૂર્ણ પગાર ચૂકવી શકતી ન હતી તેની સામે આગળ કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં.  બીજી તરફ સુપ્રીમ કોર્ટે મજૂર સંગઠનો અને ઉદ્યોગ માલિકોને સંવાદ […]

Uncategorized
4671b56bdb5e3fea665cae78085a2e93 1 કર્મચારીઓને લોકડાઉનના 54 દિવસનો પગાર મળશે કે નહીં, સુપ્રીમ કોર્ટે આપ્યો આ આદેશ

સુપ્રીમ કોર્ટે માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝ (MSME) સહિત અનેક કંપનીઓ દ્વારા દાખલ અનેક અરજીઓ પર ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે પોતાના આદેશમાં કહ્યું કે, જે કંપનીઓ લોકડાઉન દરમિયાન કર્મચારીઓને સંપૂર્ણ પગાર ચૂકવી શકતી ન હતી તેની સામે આગળ કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. 

બીજી તરફ સુપ્રીમ કોર્ટે મજૂર સંગઠનો અને ઉદ્યોગ માલિકોને સંવાદ દ્વારા વચ્ચેનો રસ્તો શોધવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોઈ પણ ઉદ્યોગ કર્મચારીઓ વિના કામ કરી શકશે નહીં. તેથી, નોકરીદાતાઓ અને કર્મચારીઓએ એકબીજા સાથે વાત કરીને સમાધાન શોધવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમજ કોર્ટે કહ્યું હતું કે જો આ શક્ય ન બને તો સંબંધિત લેબર કોર્ટ જઇ શકે છે.

આ સિવાય સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જુલાઈના છેલ્લા અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવા જણાવ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે 29 માર્ચના હુકમની કાયદેસરતાનો જવાબ આપવો પડશે, જેમાં લોકડાઉન દરમિયાન કર્મચારીઓને સંપૂર્ણ પગાર આપવાનું કહેવામાં આવ્યું હતું. કેન્દ્રએ આદેશ જારી કર્યો હતો કે કંપનીઓએ કર્મચારીઓના 54 દિવસનો સંપૂર્ણ પગાર ચૂકવવો પડશે, જેના આધારે અનેક કંપનીઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBookTwitterInstagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….