Not Set/ મહિલા વિશ્વ કપ : ભારતને ૮ વિકેટથી હરાવી ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલમાં

ઓસ્ટ્રેલિયાએ ભારતને આઠ વિકેટથી હરાવી મહિલા વિશ્વ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતે ૨૨૬/૭ ના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪૫.૧ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. અણનમ અડધી સદી ફટકારનાર કેપ્ટન મેગ લેનિંગને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી. ભારત તરફથી પૂનમ રાઉતે નોંધપાત્ર સદી ફટકારી કેપ્ટન મિતાલી રાજ સાથે પડકારજનક […]

Uncategorized

ઓસ્ટ્રેલિયાએ ભારતને આઠ વિકેટથી હરાવી મહિલા વિશ્વ કપની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારતે ૨૨૬/૭ ના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ ૪૫.૧ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી જીત મેળવી લીધી હતી. અણનમ અડધી સદી ફટકારનાર કેપ્ટન મેગ લેનિંગને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવી હતી.

ભારત તરફથી પૂનમ રાઉતે નોંધપાત્ર સદી ફટકારી કેપ્ટન મિતાલી રાજ સાથે પડકારજનક સ્કોર બનાવ્યો હતો. આ બંનેએ બીજી વિકેટ માટે ૧૫૭ રનની ભાગીદારી કરી હતી. તે સિવાય કોઈએ સારો સહયોગ આપ્યો નહોતો જેના કારણે ભારતને હાર નો સામનો કરવો પડયો હતો.

આ હારના કારણે ભારતનું સેમીફાઈનલમાં પહોચવું મુશ્કેલ થઈ ગયું છે. હવે ભારત માટે શનિવારે ન્યુઝીલેન્ડ સામે રમાવનારી મેચ હવે લગભગ કવાર્ટર ફાઈનલ જેવી થઈ ગઈ છે.