Not Set/ કાગડાવાળા કાકા… છેલ્લા 15 વર્ષથી કાગડાઓને બનાવ્યો પોતાનો પરિવાર

હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે ત્યારે લોકો કાગડાઓને ખીર અને પુરી ખવડાવતા હોય છે.  જેથી તે ભોજન તેઓના પિતૃઓને પ્રાપ્ત થાય. પરંતુ ભુજમાં 80 વર્ષની વયના વૃદ્ધે કાગડાઓને જ પોતાનો પરિવાર બનાવ્યો છે. છેલ્લા પંદર વર્ષથી તેવો દરરોજ કાગડાઓને પોતાના હાથ પર બેસાડીને ગાંઠિયા ખવડાવે છે. પક્ષીઓમાં ચતુર પક્ષી કોઈ હોય તો તે છે […]

Top Stories Gujarat Others
કાગડા વાળા કાકા કાગડાવાળા કાકા... છેલ્લા 15 વર્ષથી કાગડાઓને બનાવ્યો પોતાનો પરિવાર

હાલ શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે ત્યારે લોકો કાગડાઓને ખીર અને પુરી ખવડાવતા હોય છે.  જેથી તે ભોજન તેઓના પિતૃઓને પ્રાપ્ત થાય. પરંતુ ભુજમાં 80 વર્ષની વયના વૃદ્ધે કાગડાઓને જ પોતાનો પરિવાર બનાવ્યો છે. છેલ્લા પંદર વર્ષથી તેવો દરરોજ કાગડાઓને પોતાના હાથ પર બેસાડીને ગાંઠિયા ખવડાવે છે.

crow કાગડાવાળા કાકા... છેલ્લા 15 વર્ષથી કાગડાઓને બનાવ્યો પોતાનો પરિવાર

પક્ષીઓમાં ચતુર પક્ષી કોઈ હોય તો તે છે કાગડો. આ પક્ષી કોઈ પર વિશ્વાસ કરતું નથી ને ખાસ કરીને માનવજાત પર તો ખાસ. ત્યારે ભુજ ના એક પક્ષી પ્રેમી ડાહ્યાભાઈએ પોતાની નિવૃત્તિ બાદ કાગડાઓને પોતાનો પરિવાર બનાવી લીધો છે. ભુજમાં ખેંગારબાગ પાસે એક બેન્ચ પર કાગડા દરરોજ સવારે તેમની વાટ જુવે છે. કાકા બાગના પ્રવેશદ્વારમાં પગ મુકે એટલે તરત તમામ કાગડાનું ટોળું નિત્ય ક્રમ અનુસાર નિર્ધારિત બેંચ ઉપર આવીને બેસી જાય છે, અને તેઓ ચાલતા ચાલતા બેંચ તરફ પ્રયાણ કરે એ સમય દરમિયાન કાગડાઓનો ક્રાંઉ-ક્રાંઉનો શોર શરૂ થઇ જાય છે.

ડાહ્યાભાઈ આવી બેન્ચની આસપાસ સફાઈ કરી કાગડાઓ પાસે બેસી તેઓને પોતાના હાથે ગાંઠિયા ખવડાવે ત્યાર પછી કાગડાઓ ત્યાંથી જાય છે. આવું એક બે દિવસથી નહીં પણ છેલ્લા 15 વર્ષથી ચાલ્યું આવે છે. આ  દ્રશ્યો જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય કે આ ચતુર પક્ષી કોઈની પાસે પણ ના જાય ને આ ડાહ્યાભાઈ પોતાના હાથ પર બેસાડીને ખવડાવે છે. ડાહ્યાભાઈની એટલી ગાઢ મિત્રતા છે આ કાગડાઓથી કે , તેઓ પોતાના મોઢામાં ખાવાની વસ્તુ મૂકે તો પણ કાગડાઓ ખભા પર બેસીને ખાય છે.

સી1 કાગડાવાળા કાકા... છેલ્લા 15 વર્ષથી કાગડાઓને બનાવ્યો પોતાનો પરિવાર

ડાહ્યાભાઈનું કહેવું છે કે પંદર વર્ષ પહેલા તેઓએ એકવાર બિસ્કિટ ખવડાવાથી શરૂઆત કરી હતી. ત્યારબાદ દરરોજ અલગ અલગ ભોજન લાવી કાગડાઓને ખવડાવતા ધીરે ધીરે કાગડાઓને તેઓ પર વિશ્વાસ આવતો ગયો ને,  આજે તેઓ પોતાના નિર્ધારિત સમયથી મોડા આવે તો કાગડાઓ તેઓના ખભા પર બેસી ચાંચ મારીને પોતાનો પ્રેમ બતાવી કહે છે,  કે પહેલા મને આપો..  ત્યારે પ્રેમ અને વિશ્વાસની આ મૂડીનું ગજબ સંયોજન અહી જોવા મળે છે હવે તો ભુજના લોકો પણ ડાહ્યાભાઈને કાગડા વાળા કાકા તરીકે ઓળખે છે. અહીં આવતા લોકોને આ દ્રશ્ય જોઈને આશ્ચર્ય થાય છે. લોકો કહે છે કે કાગડાઓ હાથ પર બેસીને ખાય છે તે જોઈને નવાઈ લાગે છે અમે ખાસ આ કાકાને જોવા માટે અહીં આવીએ છીએ અને પક્ષીને મનુષ્યનો આ પ્રેમ જોઈ ખુબજ આનંદ થાય છે

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન