Political/ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં થયા સામેલ

બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે આજે એટલે કે મંગળવારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા છે. આ રીતે કોંગ્રેસ છોડીને તેમણે હવે નવી રાજકીય ઇનિંગ્સ શરૂ કરી દીધી છે. તેમણે 2019 માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી અને બાદમાં પાર્ટી છોડી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિવસેનાએ રાજ્યપાલ બી એસ […]

Top Stories
sss 26 અભિનેત્રી ઉર્મિલા માતોંડકર ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં થયા સામેલ

બોલિવૂડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરે આજે એટલે કે મંગળવારે મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા છે. આ રીતે કોંગ્રેસ છોડીને તેમણે હવે નવી રાજકીય ઇનિંગ્સ શરૂ કરી દીધી છે. તેમણે 2019 માં કોંગ્રેસની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડી હતી અને બાદમાં પાર્ટી છોડી દીધી હતી.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, શિવસેનાએ રાજ્યપાલ બી એસ કોશ્યારીની પાસે ઉર્મિલા માતોંડકરનું નામ વિધાન પરિષદમાં રાજ્યપાલ કોટાથી નામાંકિત કરવા મોકલેલ છે. આ ઉપરાંત મહાવિકાસ આગાડીએ આ ક્વોટા માટે વધુ 11 નામો મોકલ્યા છે. જો કે રાજ્યપાલે હજી સુધી આ 12 નામોને મંજૂરી આપી નથી. માતોંડકરે કોંગ્રેસની ટિકિટ પર 2019 ની લોકસભાની ચૂંટણીમાં મુંબઇ ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી હતી. જોકે, તેમને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં તેમણે કોંગ્રેસનાં મુંબઈ એકમનાં કામકાજને જોઇ પાર્ટી છોડી દીધી હતી. તેમણે તાજેતરમાં કંગના રનૌતની મુંબઈની તુલના પાકિસ્તાનનાં કબજા હેઠળનાં કાશ્મીર (પીઓકે) સાથે કરી હતી.

ઉર્મિલા માતોંડકરનો જન્મ 4 ફેબ્રુઆરી 1974 માં મુંબઇમાં થયો હતો. ઉર્મિલાએ બાળ અભિનેત્રી તરીકે અભિનય કારકીર્દિની શરૂઆત મરાઠી ફિલ્મ ‘ઝાકોલા’ (1980) થી કરી હતી. ‘કલયુગ’ (1981) એ તેમની પહેલી હિન્દી ફિલ્મ હતી. 1983 માં આવેલી ફિલ્મ ‘માસૂમ’થી ઉર્મિલાએ બાળ કલાકાર તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…