Not Set/ ભગવાન રામ સાથે તુલના કરીને ફસાઇ માયાવતી, દિલ્હીમાં તેની વિરુદ્વ FIR કરાઇ

દિલ્હી, હિન્દુ ધર્મના ભગવાન રામ સાથે પોતાની તુલના કરનાર બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી વિરુદ્વ શુક્રવારે દિલ્હીના નાંગલોઇ પોલિસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાઇ છે. માયાવતી વિરુદ્વ કરાયેલી પોલિસ ફરિયાદમાં બસપા નેતાએ પોતાની સરખામણી રામ સાથે કરી હોવાની વાત છે જેને કારણે હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દુભાઇ છે. ચૂંટણી પંચમાં પણ તેની વિરુદ્વ ફરિયાદ દાખલ કરાઇ […]

Top Stories Politics
MAYAWATI ભગવાન રામ સાથે તુલના કરીને ફસાઇ માયાવતી, દિલ્હીમાં તેની વિરુદ્વ FIR કરાઇ

દિલ્હી,

હિન્દુ ધર્મના ભગવાન રામ સાથે પોતાની તુલના કરનાર બહુજન સમાજવાદી પાર્ટીના નેતા માયાવતી વિરુદ્વ શુક્રવારે દિલ્હીના નાંગલોઇ પોલિસ સ્ટેશનમાં એફઆઇઆર દાખલ કરાઇ છે. માયાવતી વિરુદ્વ કરાયેલી પોલિસ ફરિયાદમાં બસપા નેતાએ પોતાની સરખામણી રામ સાથે કરી હોવાની વાત છે જેને કારણે હિન્દુ લોકોની ધાર્મિક લાગણી દુભાઇ છે. ચૂંટણી પંચમાં પણ તેની વિરુદ્વ ફરિયાદ દાખલ કરાઇ છે.

દિલ્હીના નાંગલોઇમાં રહેતા ચત્તર સિંહ રછૌયાએ કહ્યું કે માયાવતી વિરુદ્વ જનતાના પૈસાથી પોતાની મૂર્તિ બનાવાનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ કેસમાં પોતાનો બચાવ કરતા માયાવતીએ કહ્યું હતું કે જો યોગી આદિત્યનાથની સરકાર ભગવાન રામની મૂર્તિ બનાવી શકે તો તે કેમ તેની પોતાની મૂર્તિ ના બનાવી શકે.

તેના આ જ વિવાદિત નિવેદનને કારણે તેની ધાર્મિક લાગણી દુભાઇ હોવાથી આ ફરિયાદ દાખલ કરાઇ છે. માયાવતીએ ભગવાન રામ સાથે તેની સરખામણી ના કરવી જોઇએ. તે તેના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોના બચાવમાં ભગવાનને પણ આ કાવાદાવામાં વચ્ચે લાવી રહી છે જે આપત્તિજનક મામલો છે.