Not Set/ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન

ગુજરાતમાં કોરોના વાયરસની ઝપેટમાં અનેક રાજનેતાઓ આવી ગયા છે, ત્યારે હવે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હવે હોમ ક્વોરન્ટીન થઇ ગયા છે. મળતી માહિતી મુજબ, કુંવરજી બાવળિયા પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન સાથે બેઠકમાં હાજર રહ્યા હતા અને આ પહેલા પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી હવે જસદણના અમરાપુરમાં ક્વોરન્ટીન થયા છે.. તેઓની સાથે […]

Uncategorized
a5493ad58e236e733fe592ec3022c37b કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હોમ ક્વોરન્ટીન

ગુજરાતમાં કોરોના વાયરસની ઝપેટમાં અનેક રાજનેતાઓ આવી ગયા છે, ત્યારે હવે રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા હવે હોમ ક્વોરન્ટીન થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ, કુંવરજી બાવળિયા પશુપાલન નિયામક ફાલ્ગુનીબેન સાથે બેઠકમાં હાજર રહ્યા હતા અને આ પહેલા પશુપાલન નિયામકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેથી હવે જસદણના અમરાપુરમાં ક્વોરન્ટીન થયા છે.. તેઓની સાથે સ્ટાફના અન્ય ત્રણ વ્યક્તિ પણ ક્વોરન્ટીન થયા છે.

આપને જણાવી દઈએ કે, કુંવરજી બાવળીયા ગઢડા ચૂંટણીના ઇન્ચાર્જ છે અને તેઓએ ક્વોરન્ટીન થવાને પગલે ગઢડાનો પ્રવાસ રદ્દ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, નવા સચિવાલય ખાતે કૃષિ અને પશુપાલન વિભાગમાં સેકશન ઓફિસર જે એસ ડામોરનુ મોત થતા સચિવાલયના કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. 57 વર્ષીય જે એસ ડામોરનુ મોત થતા પરિવારમાં પણ શોક વ્યાપી જવા પામ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.