Not Set/ કેરળમાં માદા હાથીનાં મોત પર BJP નેતા મેનકા ગાંધીએ રાહુલ ગાંધીનું માંગ્યુ રાજીનામું

કેરળનાં મલાપુરમમાં સગર્ભા હાથીનાં અનાનસમાં ભરેલા વિસ્ફોટક ખાવાથી મોતને ભેટવાનો બનાવ બન્યો છે. ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ આ માટે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મેનકા ગાંધીએ કહ્યું કે, રાહુલ ગાંધી આ મામલે કેમ કોઈ પગલા ભરી રહ્યા નથી. જવાબદારીઓને કેમ પકડવામાં આવતી નથી? મેનકા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે […]

India

કેરળનાં મલાપુરમમાં સગર્ભા હાથીનાં અનાનસમાં ભરેલા વિસ્ફોટક ખાવાથી મોતને ભેટવાનો બનાવ બન્યો છે. ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ આ માટે રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. મેનકા ગાંધીએ કહ્યું કે, રાહુલ ગાંધી આ મામલે કેમ કોઈ પગલા ભરી રહ્યા નથી. જવાબદારીઓને કેમ પકડવામાં આવતી નથી? મેનકા ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જ્યાં માદા હાથીનું મૃત્યુ થયું છે, તે જિલ્લો દેશનો સૌથી હિંસક વિસ્તાર કહેવાય છે.

આપને જણાવી દઇએ કે, કેરળનાં મુખ્યમંત્રી પિનરાઈ વિજ્યને આ કેસમાં કહ્યું હતું કે જેણે આ કર્યું છે તેને બક્ષવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, જે સગર્ભા હાથીનાં મોત માટે જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એ પણ માહિતી આપી હતી કે વન વિભાગની ટીમ માદા હાથીનાં મોતની તપાસ કરી રહી છે, ગુનેગારની શોધ કરવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે, કેરળમાં ભૂખી માદા હાથી ગર્ભવતી હતી અને ખોરાકની શોધમાં જંગલની બહાર ભટકી રહી હતી અને રહેણાંક વિસ્તારમાં પહોંચી ગઇ હતી. જ્યારે તે રસ્તા પર ચાલી રહી હતી, ત્યારે કોઈએ તેને આ અનાનસ ખવડાવ્યું. અનાનસમાં વિસ્ફોટક હતો, હાથીએ અનાનસ ખાધું કે તુરંત જ તે ફૂટ્યું. પોતાનો જીવ બચાવવા માટે, હાથીની વેલ્લીઅર નદીનાં પાણીમાં ઉભી રહી ગઇ, જ્યાં ઉભા ઉભા જ તેનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.