Not Set/ કેરેબિયન ટાપુ પર ત્રાટક્યું હેરિકેન “ઇરમ”, હવે અમેરિકાનો વારો

એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું (હેરિકેન) ઈરમા કેરેબિયન ટાપુ સમુહ પર ૨૯૭ કિમી/કલાક ઝડપે ત્રાટક્યું હતું. બુધવારે વહેલી સવારે આ વાવાઝોડાંએ કેરેબિયન સમુહના દેશો ડોમિનિક રિપબ્લિક, પોર્તુ રિકો, હૈતી અને ક્યુબાને વંટોળમાં ધમરોળ્યા હતા. આ વાવાઝોડાથી અનેક ફ્રેન્ચ આઇલેન્ડ પર પૂર અને ઇમારતો તૂટવાના સમાચાર છે. ફ્રેન્ચ ઇન્ટિરિયર મિનિસ્ટર ગેરાર્ડ કોલ્લોમ્બે જણાવ્યું કે, સેન્ટ માર્ટિનની ચાર […]

World
170906045518 irma satellite 3a large 169 e1504768394716 કેરેબિયન ટાપુ પર ત્રાટક્યું હેરિકેન "ઇરમ", હવે અમેરિકાનો વારો

એટલાન્ટિક મહાસાગરમાંથી ઉદ્ભવેલું વાવાઝોડું (હેરિકેન) ઈરમા કેરેબિયન ટાપુ સમુહ પર ૨૯૭ કિમી/કલાક ઝડપે ત્રાટક્યું હતું. બુધવારે વહેલી સવારે આ વાવાઝોડાંએ કેરેબિયન સમુહના દેશો ડોમિનિક રિપબ્લિક, પોર્તુ રિકો, હૈતી અને ક્યુબાને વંટોળમાં ધમરોળ્યા હતા. આ વાવાઝોડાથી અનેક ફ્રેન્ચ આઇલેન્ડ પર પૂર અને ઇમારતો તૂટવાના સમાચાર છે. ફ્રેન્ચ ઇન્ટિરિયર મિનિસ્ટર ગેરાર્ડ કોલ્લોમ્બે જણાવ્યું કે, સેન્ટ માર્ટિનની ચાર સૌથી મજબૂત ઇમારતો તોફાનમાં ધ્વસ્ત થઇ ગઇ છે તેમજ પેરિસ અને સેન્ટ માર્ટિનની વચ્ચે સંપર્ક પણ તૂટી ગયો છે. આ વાવાઝોડાંમાં અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે.

આગામી સપ્તાહે આગળ વધીને આ વાવાઝોડું અમેરિકાના ફ્લોરિડા રાજ્યના કાંઠે ત્રાટકી શકે છે. હવામાન વિભાગે આ વાવાઝોડાને એટલાન્ટિકમાંથી ઉદ્ભવેલું સૌથી ઘાતક વાવાઝોડું ગણાવ્યું છે. મહત્વનું છે કે, એટલાન્ટિક મહાસાગરમાં દર વર્ષે ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે વાવાઝોડાની સિઝન હોય છે અને એ સિઝનમાં જ ઉદ્ભવેલું આ વાવાઝોડું છે.