Not Set/ કેવી રહેશે આપની 01/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 1 જુલાઈ 2020, બુધવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  આજે ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનો યોગ છે. સ્ત્રીજાતક તમને […]

Uncategorized
9428e716d801ad7493e589ad122ab7d1 કેવી રહેશે આપની 01/07/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 1 જુલાઈ 2020, બુધવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર તેમજ ભાગવત કથાકાર) — (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –  આજે ધન સંપત્તિ પ્રાપ્ત કરવાનો યોગ છે. સ્ત્રીજાતક તમને વધારે મદદરૂપ થઈ શકે તેમ જણાય છે. બપોર પછી તમારું મન થોડું ધનના આયોજનના ચિંતનમાં સરી પડે તેવું જણાય છે. પણ, એકંદરે તમારો દિવસ પ્રગતિની શક્યતાથી ભરપૂર રહી શકે છે.

* વૃષભ (બ,,ઉ) –  આવી પડેલી સમસ્યાનો સામનો કેવી રીતે કરીશું… તે બાબતે તમારું મન થોડું વધારે ચિંતિત જણાય છે. જો તમે અગાઉથી ડાયાબીટીસના દર્દથી પીડાતા હોવ તો તમારે થોડી સાવધાની રાખવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) આરોગ્યમાં સાવધાની રાખવાની રહેશે. આજે તમારે કાર્ય પ્રત્યે થોડું વધારે સભાન રહેવાની જરૂર દેખાય છે. તમારું મન થોડું નિરાશ રહી શકે છે. કાર્યને અધવચ્ચેથી પડતું મૂકવાના વિચાર પણ આવી શકે છે. તમે જેટલા પ્રમાણિક રહેશો તેટલું જ તમારા માટે વધારે યોગ્ય રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) માતા સંબંધી શુભ સમાચાર મળી શકે છે. સાથે સાથે તમને નોકરીની બાબતમાં પણ પ્રગતિના એંધાણ મળતા જણાય છે. ધન સંબંધી બાબતોમાં પણ સાનુકૂળતા રહેશે. તમારું કાર્ય તમારું ભાગ્ય ચલાવતું હોય તેમ લાગશે. આપોઆપ, કંઈક સારૂં થતું દેખાશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) –  પૈસાને લીધે ક્યાંક વાત અટકી પડતી હોય તેમ જણાય છે. તમે વધારે પરેશાન ન થતાં અને થોડી ધીરજ રાખવાનો અભિગમ રાખજો. આરામથી ક્યાંક ફરવા જવાના વિચારો પણ તમને આવે. તમારી પાસે જે કંઈ છે તે યોગ્ય છે માટે આજે ખોટી મથામણ કરવાનું ટાળજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) –  મિત્રો દ્વારા આજે તમને ધનલાભ થઈ શકે છે. તમારા સંબંધો આજે તમારું કામ કરી શકે છે માટે સંબંધોને જાળવવા પ્રયત્ન કરજો. અચાનક ધનલાભ મળી જાય અથવા ક્યાંકથી કોઈ બક્ષીસ પણ મળવાની પૂરી શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) આજે નોકરી કરતા જાતકો માટે લાભનો દિવસ પુરવાર થઈ શકે છે. જો તમારું પ્રમોશન અટક્યું હોય તે વાત આજે આગળ વધી શકે છે. શુભ પ્રવાસની શક્યતા પણ રચાયેલી છે. આજે તમારી નમ્રતા તમને જીત અપાવી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) આજે તમારી દૈનિક આવકમાં વૃદ્ધિ થઈ શકે છે પણ તમારે મહેનત પણ કરવી પડશે. તમારી મહેનત તમને વધુ સફળતા અપાવશે. સામો પક્ષ તમારી મહેનતથી રાજી થઈ તમને લાભ આપે તેવી શક્યતા છે માટે, મહેનતમાં પાછા ન પડતા.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) –  લાભ પામવા પાછળ તમારી દોટ રહેશે. તમારો ઉત્સાહ અને ખંત વધારે રહેશે પણ તેના પ્રમાણમાં તમને સફળતા કદાચ ન પણ મળે. આમ થવા પાછળ ભવિષ્યનો શુભ સંકેત સમજો. તમારી મહેનત તમને ઇચ્છીત પરિણામ આજે નહીં પણ આગળ ઉપરાંત આપી જાય તે શક્યતા નકારી ન શકાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  તમારા જીવનસાથીને લાભ મળવાની પૂર્ણ શક્યતાઓ રચાયેલી છે. તમારા હૃદયમાં આનંદ વ્યાપી જાય. તમારા ઘરમાં સુખની વૃદ્ધિ થતી જણાય છે. આજે તમને ક્યાંક બહારગામ ફરવા જવાના વિચારો આવી જાય. તમારા સંતાનને પરદેશની તકો પ્રાપ્ત થતી જણાય છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) –  મુશ્કેલીમાં તમને રાહત મળવાનો આજનો દિવસ છે. પણ, બપોર પછી તમને થોડી ચિંતા સતાવે. આજનો દિવસ આનંદ માણવાનો બની રહે તેવું જણાય છે. વડીલ અને ધર્મ સાથે જોડાયેલા વ્યક્તિથી તમને ફાયદો થાય તેવી શક્યતા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) આજે થોભો અને રાહ જુવોની નીતિ અપનાવો તો સારૂ રહેશે. કાર્યમાં ક્યાંક તમને રૂકાવટ દેખાશે અને તમે તેને સુલઝાવવા પ્રયત્ન કરશો પણ તમને કદાચ ધાર્યું પરિણામ ન પણ મળે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય વડીલોની સેવા કરો. ખાસ કરીને જરૂરિયાતમંદ અને વડીલ વ્યક્તિઓની મદદ કરો.

નોંધ જ્યોતિષ માર્ગદર્શન માટે આપ મારો સંપર્ક કરી શકો છો.

  1. હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝની નવી મોબાઇલ એપ્લિકેશન.