Not Set/ કેવી રહેશે આપની 11/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 11 જૂન 2020, ગુરૂવાર) અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) * મેષ (અ,લ,ઈ) –  ઘર સંબંધી તમને લાભ થઈ શકે છે. જમીન-મકાનના કાર્યો અટક્યા હશે તો […]

Uncategorized
841bedbd99fea7d7ac2886f6cdad1637 3 કેવી રહેશે આપની 11/06/2020, વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 11 જૂન 2020, ગુરૂવાર)

અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

* મેષ (અ,,ઈ) –  ઘર સંબંધી તમને લાભ થઈ શકે છે. જમીન-મકાનના કાર્યો અટક્યા હશે તો તેમાં પ્રગતિ મળતી જણાશે. વારસાઈ પ્રશ્નો ગૂંચવાયા હશે તો તેમાં સમાધાનકારી વલણ માટેનો પ્રસ્તાવ મળી શકે છે. આજે સવારનો સમય થોડો વધુ લાભદાયી નીવડી શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃષભ (બ,,ઉ) વાહન ચલાવતા તમારે સાચવવું પડશે. કોઈપણ પ્રકારની ઉતાવળ આજે તમારા માટે જોખમી સાબિત થઈ શકે છે. માટે, આજે સંયમપૂર્વક સઘળા કાર્ય કરવા. જિદ્દી સ્વભાવનો આજે તમારે ત્યાગ કરવો પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિથુન (ક,,ઘ) આજે વાગવા પડવાથી સાચવવું. પ્રવાસની શક્યતા છે પણ તમારે ખોટા આવેશ અને ઉશ્કેરાટથી સાચવવાનું છે. બપોર પછીનો સમય તમારા મનને અકળાવનારો રહેશે માટે, તમારે થોડી સાવધાની રાખવાની રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કર્ક (ડ,હ) –  શરદી-ખાંસીથી આજે તમારે સાચવવાનું રહેશે. આજે ઈલેક્ટ્રોનિક માધ્યમ સાથે દોડાયેલા જાતકો માટે શુભ દિવસ પુરવાર થઈ શકે છે. અચાનક ધનપ્રાપ્તિના અવસરો પણ તમારા માટે રચાઈ શકે છે. બપોર પછીનો સમય તમારા માટે વિશેષ આનંદદાયક નિવડે તો નવાઈ નહીં.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* સિંહ (મ,ટ) જીવનસાથી સાથે ખોટા સંઘર્ષથી દૂર રહેજો. કોઈ પણ મુદ્દાને તમે ફક્ત બે ઘડીનો આવેશ માનીને સમાધાનકારી વલણ અપનાવજો. ધન સંબંધી રાહત થઈ શકે છે પણ તમારે તમારી વાણીને વશમાં રાખવી પડશે. તમે સાચા હશો તો પણ તમારી વાતને કોઈ ગેરસમજ ન કરે તેનું ધ્યાન રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કન્યા (પ,,ણ) રોજિંદી આવકમાં ઉમેરો થઈ શકે છે પણ તમારે આવેશ અને ઉશ્કેરાટ ઉપર કાબૂ રાખવો પડશે. આજે કાર્ય કરવા માટે તમારું મનોબળ ખૂબ જ મજબૂત રહેશે અને કોઈપણ મુશ્કેલીને ઉકેલીને તમે આગળ વધી શકવા માટે શક્તિનો સંચાર થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* તુલા (ર,ત) ઈલેક્ટ્રોનિક અને કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ માટે લાભદાયી દિવસ નીવડી શકે છે. આજે ફિલ્મ જોવાની ઇચ્છા થાય, પોતાના પ્રિયપાત્રને મળવાની પણ ઇચ્છા થાય. ભોજનમાં આજે તમે વિશેષ સંયમ રાખજો. અતિશય ખાટુ અને તીખા ભોજનથી જાળવજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* વૃશ્ચિક (ન,ય) જમીન-મકાનના કાર્યમાં તેજી આવી શકે છે. માતાની સહાયથી આજે ઘરમાં કોઈ નવી ચીજવસ્તુ વસાવી શકવાના યોગ છે. એસીડીટી જેવા રોગથી જો તમે પીડાતા હોવ તો આજે જમવામાં સંયમ રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* ધન (ભ,,,ઢ) પાડોશી સાથે નાની-મોટી તકરાર ન થાય તે માટે તમારે વધુ સાવચેત રહેવું પડશે. જો તમે મુસાફરી કરવાના હોવ તો આજે થોડું આયોજન કરીને પ્રવાસનો પ્રારંભ કરજો. ગળામાં નાનીમોટી તકલીફથી સાચવજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મકર (ખ,જ) –  આજે ધનપ્રાપ્તિના યોગ દેખાય છે. વડીલો અથવા મિત્રો આજે તમને ધનલાભ આપી જાય તેવું જણાય છે. દાંતમાં કોઈપણ પ્રકારની પીડાથી સાચવવું પડશે. તમારા જીવનસાથી પણ આજે તમને અનુકૂળ થઈ રહેશે અને તમારા લાભનો રસ્તો મોકળો કરવામાં મદદરૂપ થશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* કુંભ (ગ,,,ષ) –  માથુ દુઃખવાના રોગથી સાચવજો. આવકનો માર્ગ મોકળો થઈ રહેશે. ઋતુગત બિમારીથી આજે થોડું વધારે સાચવવું. વેપારી મિત્રોને આજે વિશેષ લાભ મળતો જણાય છે. નોકરીયાત મિત્રોને તેમના ઉપરી અધિકારી તરફથી સહકાર પ્રાપ્ત થઈ શકે છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* મિન (દ,,,થ) પરદેશ જવાના વિચારો આવે અને તે સંબંધી તમારું આયોજન પણ હોઈ શકે છે. સંતાન સંબંધી કાર્યોમાં આજે થોડી મુશ્કેલી આવી શકે છે. આજનો દિવસ તમારે આવેશ અને ઉશ્કેરાટ વિના વિતાવવો સલાહભર્યું છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

* આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય –  શિવજીની ઉપાસના કરવી અને ભોજનમાં મગ લઈ શકાય તો ઉત્તમ.

* નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.