Not Set/ કેવી રહેશે આપની 31/05/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 31 મે 2020, રવિવાર) – અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર) (મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com ( ખાસ નોંધ – દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. ) મેષ (અ,લ,ઈ) – આજનો દિવસ થોડો વધારે વ્યસ્ત રહે તેવું જણાય છે. […]

Uncategorized
841bedbd99fea7d7ac2886f6cdad1637 2 કેવી રહેશે આપની 31/05/2020,વાંચો રાશિ ભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય (તા. 31 મે 2020, રવિવાર)

– અમિત ત્રિવેદી ( જ્યોતિષાચાર્ય તેમજ ટેરોટકાર્ડ રીડર)

(મો) 9825522235   (ઈ-મેલ) harisahitya@gmail.com

( ખાસ નોંધ દિવસમાંથી અનિષ્ઠ નાબૂદ કરવા માટે હવેથી હું પ્રત્યેક રાશિ માટે એક સર્વસામાન્ય ઉપાય લખીશ. જે રાશિફળના અંતમાં તમે વાંચી શકશો. )

મેષ (અ,,ઈ) આજનો દિવસ થોડો વધારે વ્યસ્ત રહે તેવું જણાય છે. નાની મુસાફરી થઈ શકે છે. આજે ધન સંબંધી કાર્યો વધુ રહેશે. શક્ય છે કે તમારે કેટલાક કાર્યો ખૂબ ઝડપથી કરવા પડે. સવારના પ્રથમ ત્રણ કલાક પછી ધીમે ધીમે તમારા કાર્યમાં વિશેષ સુધારો આવશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃષભ (બ,,ઉ) સંતાન સંબંધી કાર્યો આજે વિશેષ રહેશે. તમારા વાહનની પણ તમારે સારસંભાળ લેવાની રહેશે. ભગવાનના દર્શન કરવાની ઇચ્છા થાય પણ સરકારી નિયમોને આધીન વર્તન કરવું. શક્ય હોય તો ઓનલાઈન દર્શન કરી લેવા. વેપારમાં થોડી નિરસતા રહે પણ ધનપ્રાપ્તિના અવસરો રચાય.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિથુન (ક,,ઘ) શુભકાર્યમાં તમારું ધન ખર્ચાય. આવક અને જાવકમાં તમારે સંતુલન રાખવું થોડું અઘરું થઈ પડે. ઘર સંબંધી કાર્યોમાં તમારું મન થોડું વધારે પરોવાયેલું રહેશે. મનમાં ધર્મ આધારીત થોડા ઊંડા વિચારો તમારા મનમાં રહેશે. નવું કાર્ય કેવી રીતે પૂરું કરવું તે બાબતે તમારા મનમાં ખાસ્સી દ્વિધા રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કર્ક (ડ,હ) –  આજનો દિવસ વાંચન અને લેખનમાં જાય. કંઈક નવું સંશોધન કરવાની ઇચ્છા થાય. તમારા કાર્યક્ષેત્રમાં થોડા વધુ ઊંડા ઉતરવાનો તમને મોકો મળે. જો તમે કુંવારા હોવ તો તમારા માટે આજે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. ભાગીદારી પેઢીમાં વેપાર કરનારા માટે આજે શુભયોગ રચાયા છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

સિંહ (મ,ટ) આજે આરોગ્યની સાવધાની રાખવી પડશે. કોઈક પ્રશ્નનું તમને નિરાકરણ મળે પણ સંતાન સંબંધી બાબતો આજે તમને વધારે મૂંઝવી જશે. માટે, આજે સારા ભેગું કંઈક ન ગમતું પણ આવી જાય એવું બને. આજે રવિવાર હોવા છતાં નોકરીયાતો માટે વ્યસ્ત દિવસ હોય તેવું વર્તાય છે. રાજનીતિ સાથે સંકળાયેલા માટે આજે અતિ વ્યસ્ત દિવસ છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કન્યા (પ,,ણ) ખાઈ-પીને મોજ કરવાની ઇચ્છા થાય. અનેક પ્રયત્નો પછી પણ કાર્યમાં અટકી જવું પડે ત્યારે મન બદલાઈ જાય અને આરામ કરવાની ઇચ્છા થાય. મોડી સાંજે ધનપ્રાપ્તિના અવસરો રચાય છે પણ આજે તમારે આવેશ અને ઉશ્કેરાટથી દૂર રહેવું પડશે. કોઈની સાથે ખોટી રકઝક ન થાય તેની પણ સાવધાની રાખવી પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

તુલા (ર,ત) કાર્યમાં બદલાવ આવી શકે છે. તમારે જેના દ્વારા કામ કઢાવવું છે તે વ્યક્તિ કાર્ય કરવાની અસમર્થતા વ્યક્ત કરી શકે છે માટે તમારે સાવધાન રહેવું. ઘરમાં થોડા મતભેદ થઈ શકે છે માટે સાવધાની રાખવી. કોઈ સૈદ્ધાંતિક બાબત મોટું સ્વરૂપ ન લઈ લે તેની સાવધાની રાખજો.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

વૃશ્ચિક (ન,ય) તમારી મહેનતનું ફળ તમને મળતું જણાય છે. મને જે મળે એ મારું ધાર્યું જ મળે અને હું કહું ત્યારે જ મળે એવા અભિગમનો તમારે ત્યાગ કરવો પડશે. થોડી ધીરજ રાખવી પડશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

ધન (ભ,,,ઢ) પરદેશ જવાના અનુસંધાનમાં તમને વિચાર આવે. આજે મુસાફરીના યોગ વર્તાય છે પણ સરકારી નિયમોને તમારે ધ્યાનમાં લેવા પડશે. અણધાર્યું આયોજન કરશો તો અગવડતાનો સામનો કરવો પડે તેમ છે. જો તમારું સંતાન વ્યયસ્ક હોય તો તેને પણ પ્રવાસ કરવાના વિચારો આવશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મકર (ખ,જ) –   વેપારના કાર્યો આજે આગળ વધતા જણાય છે. તમે જે સમાચારની રાહ જુઓ છો તે સમાચાર તમને મળી શકે છે. પરણિત વ્યક્તિઓના જીવનસાથીના અનુસંધાનમાં પ્રગતિ જણાય છે. ધન સંબંધી કાર્યોને વેગ મળતો જણાય છે કુલ મળીને આજે ચર્ચા-વિચારણાનો દિવસ રહેશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

કુંભ (ગ,,,ષ) જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે. ધન સંબંધી કાર્યોમાં થોડો મતભેદ રહે પણ તમારું કાર્ય સિદ્ધ થઈ શકે છે. તમારે થોડી હિંમત રાખવાની જરૂર છે. તમે ગુસ્સામાં કોઈ ખોટો નિર્ણય ન લઈ લેતા. શાંતિ રાખજો. મોડી સાંજે થોડી રાહત મળવાના એંધાણ છે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

મિન (દ,,,થ) નોકરીમાં તમને પરિવર્તન થઈ શકે છે અથવા કાર્યક્ષેત્રે તમારામાં મોટું પરિવર્તન આવી શકે તેમ છે. કોઈક જૂની ચાલી આવતી વાતોનો અંત આવે અને કંઈક નવું શરૂ થાય તેવું દેખાય છે. લાભ દેખાય છે કંઈક જશે તો કંઈક મળી પણ જશે.

કેવી જશે આપની 20/01/2020, વાંચો આપનું રાશિ ભવિષ્ય

આજનો દિવસ શુભ વિતાવવા બધી જ રાશિ માટે એક ઉપાય તમે તમારા ઈષ્ટદેવની ઉપાસના કરજો. શક્ય હોય તો આજે ઉપવાસ પણ કરી શકાય. આજે સૂર્યદેવના દર્શન કરી સૂર્યદેવના દ્વાદશ નામનો જાપ પણ કરજો.

નોંધ – (1) હાલ કોરોના સંક્રમણ ચાલી રહ્યું છે માટે સરકારી આદેશોનું પાલન કરવું (2) મૂળ જન્મકુંડળના આધારે દૈનિક રાશિફળમાં ફેરફાર હોઈ શકે છે. ઈતિ શુભમ્.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.