રવિવારે રમાયેલી સીરીઝની પ્રથમ ટી-20 મેચમાં બાંગ્લાદેશે ટીમ ઈન્ડિયાને 7 વિકેટથી હરાવ્યુ હતુ. આ પહેલીવાર છે કે ટીમ ઈન્ડિયા બાંગ્લાદેશ સામે કોઇ ટી-20 મેચ હાર્યુ હોય. આ મેચ પહેલા ભારત-બાંગ્લાદેશની ટીમ ટી-20 માં કુલ આઠ વખત આમને-સામને આવી ચુકી છે. રવિવારે રમાયેલી મેચ નવમાં નંબરની હતી, જેમા ભારતને હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 148 રન બનાવ્યા હતા, જે લક્ષ્યને બાંગ્લાદેશની ટીમે ત્રણ બોલ બાકી રહેતા હાંસલ કરી દીધો હતો. અત્યાર સુધીમાં રમાયેલી નવ મેચોમાં બાંગ્લાદેશની ટીમને આઠમાં હારનું મોઢુ જોવુ પડ્યુ હતુ પરંત ગઇકાલે રવિવારે રમાયેલી મેચમાં તેણે ભારતને પરાજિત કરી આ સતત જીતની ગતિને બ્રેક લગાવી છે. હવે બાંગ્લાદેશે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બાંગ્લાદેશે આ મેચ સાત વિકેટ જીતી લીધી છે.
સીરીઝમાં ટીમનો નિયમિત કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપી રોહિત શર્માને ટીમની કમાન સોંપવામા આવી છે. તેવામાં રોહિતને પહેલી મેચમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ હારનો સ્વાદ ચાંખવો પડ્યો હતો. જો કે ભારતનો સ્કોર ખાસ નહોતો, અને બાંગ્લાદેશની ટીમે તેનુ બેસ્ટ પ્રદર્શન આપતા ભારતને હરાવ્યુ હતુ. જણાવી દઇએ કે, ટીમમાં મહેન્દ્રસિંહ ધોનીનાં સ્થાને રિષભ પંતને રમાડવામા આવ્યો છે, પરંતુ તે હજુ પણ એક સારો બેટ્સમેન કે વિકેટકીપર બનવાથી દૂર દેખાઇ રહ્યો છે. તેણે બેટિંગમાં પોતાનો ફ્લોપ શો જાળવી રાખ્યો છે, વળી મેચ દરમિયાન એક એવો સમય પણ આવ્યો કે જ્યારે પંત ઉપર વિશ્વાસ રાખીને કેપ્ટન રોહિત શર્માએ એમ્પાયરને બેટ્સમેન એલબીડબ્લ્યૂ છે કે નહી તે માટે ડીઆરએસ લીધો. જો કે આ ડીઆરએસ બાંગ્લાદેશનાં ફેવરમાં જતા તેના વિકેટકીપિંગ પર સવાલો ઉભા થઇ ગયા છે.
એલબીડબ્લ્યુ અથવા કેચ માટે, મોટાભાગનાં કેપ્ટન વિકેટકીપર પર ભરોશો દર્શાવે છે. આ મેચમાં પણ આવું જ બન્યું હતું. મેચની દસમી ઓવરમાં યજુવેન્દ્ર ચહલ બોલિંગ કરી રહ્યો હતો. તે સારી બોલિંગ કરી રહ્યો હતો. તેને મુશફિકુર રહીમને આઉટ કરવાની તક મળી હતી. રહીમ ધીરેથી શોર્ટ રમ્યો અને રન માટે આગળ નિકળ્યો, આ દરમિયાન રિષભ પંતની પાસે તેને આઉટ કરવાનો મોકો મળ્યો, પરંતુ તે આઉટ કરી શક્યો નહીં. આ પછી, તે જ ઓવરમાં, એક બોલ મુશફિકુર રહીમનાં પેડ પર લાગ્યો. બોલર યજુવેન્દ્ર અને વિકેટકીપર રિષભ પંતે આઉટ થવાની અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે આઉટ ન આપ્યો.
એમ્પાયરનાં નોટ-આઉટ આપ્યા બાદ રોહિત શર્માએ રિષભ પંત સાથે વાત કરી. ટીવી જોયા બાદ, એવું લાગ્યું હતું કે યજુવેન્દ્ર ચહલને ડીઆરએસની ઇચ્છા નહોતી, પરંતુ રિષભ પંતે કહ્યું કે તે આઉટ છે અને ડીઆરએસ લેવો જોઈએ. આખરે રોહિતે ડીઆરએસની અપીલ કરી. જ્યારે ટીવી પર રિપ્લે જોવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે બોલ બેટથી ઘણો દૂર હતો. આ પછી રોહિત શર્મા હસતો જોવા મળ્યો હતો. રિપ્લે જોઈને એવું લાગ્યું કે રોહિત રિષભને કહેતો હતો કે શું યાર શું કરે છે. આ પછી રોહિત શર્મા અને રિષભ પંત બંને હસવા લાગ્યા. આ રીતે ભારતે એક રિવ્યૂ ગુમાવ્યો.
આ ઘટના બાદ ભારતીય ટીમનાં સૌથી સફળ કેપ્ટન અને દુનિયાનો સૌથી ચપળ વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીની યાદ આવી ગઇ. ધોની વિશે કહેવાય છે કે તે જ્યારે રિવ્યૂ લેતો અને વિરાટને રિવ્યૂ માટે કહેતો તો ક્યારેક એવુ બને કે બેટ્સમેન આઉટ ન હોય. ઘણી મેચોમાં તો એવુ પણ જોવામાં આવ્યુ હતુ કે ધોનીનાં એક રિવ્યૂ લેવાનાં કારણે મેચનું પરિણામ બદલી જતુ હતુ. આ જ કારણે છે કે ઘણા ક્રિકેટનાં ચાહકો ડીઆરએસ ને ધોની રિવ્યૂ સિસ્ટમ કહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.