Not Set/ કૉંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની કબૂલાત,10 વર્ષની દારૂની પરમિટ ધરાવું છું

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી દારૂબંધી અમલમાં છે કેમ કે, ગુજરાતનો નાતો મહાત્મા ગાંધી સાથે છે. ગાધીની વિચારધારા ધરાવતા પક્ષના જ એક નેતાએ પોતા દારૂની પરમિટ ધરાવતા હોવાની વાત વિધાનસભામાં કરતા અનેક સવાલો ખડા થયા હતા.   વિધાનસભામાં બીન સરકારી સંકલ્પ રજૂ કર્યા બાદ બોલતા કોંગ્રેસના રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બે […]

Gujarat
gnd indra 1488478961 કૉંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુની કબૂલાત,10 વર્ષની દારૂની પરમિટ ધરાવું છું

ગાંધીનગરઃ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી દારૂબંધી અમલમાં છે કેમ કે, ગુજરાતનો નાતો મહાત્મા ગાંધી સાથે છે. ગાધીની વિચારધારા ધરાવતા પક્ષના જ એક નેતાએ પોતા દારૂની પરમિટ ધરાવતા હોવાની વાત વિધાનસભામાં કરતા અનેક સવાલો ખડા થયા હતા.

 

વિધાનસભામાં બીન સરકારી સંકલ્પ રજૂ કર્યા બાદ બોલતા કોંગ્રેસના રાજકોટના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બે વખત કરેલી ટીપ્પણીનો જવાબ આપ્યો હતો. રાજ્યગુરુએ જણાવ્યું કે, બે વખત દારૂબંધી અંગેની ચર્ચામાં પ્રદીપસિંહે ટીપ્પણી કરી કે, મારી પાસે દારૂની પરમીટ છે. ત્યારે હું કહેવા માંગુ છું કે, હું ધારાસભ્ય ન હતો ત્યારથી એટલે કે 10 વર્ષથી દારૂની પરમીટ ધરાવું છું જે કોઈ ગુનો નથી. તેથી ગૃહ રાજ્યમંત્રીની આવી વ્યક્તિગત ટિપ્પણી અયોગ્ય છે. ઉપરાંત ઈન્દ્રનીલે વિજય રુપાણીને કહ્યું કે પેટા ચુંટણી જીતવા માટે તેમણે શું કર્યું હતું તે મને ખબર છે. હું તેમને પડકાર ફેંકુ છું કે 2017ની ચુંટણીમાં હું તેમની સામે લડવાનો છું.

વિધાનસભામાં રાજ્યમાં કથળેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે કોંગ્રેસના રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુએ બીન સરકારી સંકલ્પ રજૂ કર્યો હતો. જે અંતર્ગત તેમણે તોફાની બેટીંગ કરતા સરકારના કાયદો અને વ્યવસ્થાને લઈને સબ સલામત હોવાના દાવાની ઝાટકણી કાઢી હતી. રાજ્યગુરુએ મુખ્યમંત્રી રુપાણીને ઉદ્દેશીને જણાવ્યું કે, મુખ્યમંત્રીએ કહેલું કે યુવાનોને બેરોજગારી ભથ્થું આપવાની શી જરૂર? ત્યારે વાસ્તવિકતા એ છે કે બેરોજગાર યુવાનોને ભથ્થું આપો જેથી દારૂનો ધંધો કરવા ન પ્રેરાય.