Not Set/ #કોરોનાઈફેક્ટ/ લોકડાઉન દરમિયાન ગરીબોને મદદનાં બહાને દારૂની હોમ ડિલીવરી

કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપનાં કારણે સમગ્ર દેશ 21 દિવસથી લોકડાઉન પર છે. સામાજિક અંતર માટેની આવશ્યક ચીજો સિવાય લગભગ તમામ દુકાનો બંધ છે. દરમિયાન, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મોટો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજનાં 5 વાગ્યા દરમિયાન દારૂની હોમ ડિલિવરીને મંજૂરી આપવામાં આવી છે. આપને […]

India

કોરોના વાયરસનાં વધતા જતા પ્રકોપનાં કારણે સમગ્ર દેશ 21 દિવસથી લોકડાઉન પર છે. સામાજિક અંતર માટેની આવશ્યક ચીજો સિવાય લગભગ તમામ દુકાનો બંધ છે. દરમિયાન, પશ્ચિમ બંગાળની મમતા બેનર્જી સરકારે મોટો નિર્ણય લીધો છે. જણાવી દઇએ કે, પશ્ચિમ બંગાળમાં દરરોજ બપોરે 2 વાગ્યાથી સાંજનાં 5 વાગ્યા દરમિયાન દારૂની હોમ ડિલિવરીને મંજૂરી આપવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, અગાઉ મેઘાલયમાં રાજ્ય સરકારે આરોગ્યનાં આધાર પર જરૂરીયાતમંદોને ઘર આંગણે દારૂ પહોંચાડવાની મંજૂરી આપી હતી. રાજ્યમાં લોકડાઉન દરમિયાન દારૂ ન મળતા 3 લોકોએ આપઘાત કર્યા બાદ કેરળ સરકારે પણ દારૂની હોમ ડિલિવરીને મંજૂરી આપી હતી. પરંતુ સરકારનાં આ નિર્ણયનાં બીજા દિવસે કેરળ હાઈકોર્ટે તેના પર રોક લગાવી દીધી હતી.

લોકડાઉન દરમિયાન ગરીબોમાં અન્ન વહેંચવાના બહાને દારૂની હોમ ડિલીવરી કરવામાં આવી રહી છે. લોકડાઉન દરમિયાન દારૂનું બ્લેક માર્કેટિંગ બંધ કરવા સરકાર કડક પગલા લઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.