Not Set/ #કોરોનાવાયરસ/ અમેરિકામાં સ્થિતિ કભોડી, બે દિવસમાં મોતનો આંકડો પહોંચ્યો…

કોરોના વાયરસે સુપરપાવર અમેરિકાને પૂરી રીતે ઝપટમાં લીધો છે. અમેરિકામાં સતત બીજા દિવસે લગભગ 2 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. ફક્ત બે દિવસમાં, લગભગ 4 હજાર લોકોનાં મોત કોરોના વાયરસનાં ચેપને કારણે થયા છે. અત્યાર સુધીમાં, અહીં 14,695 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા બુધવારે સાંજે સાડા આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલી […]

World

કોરોના વાયરસે સુપરપાવર અમેરિકાને પૂરી રીતે ઝપટમાં લીધો છે. અમેરિકામાં સતત બીજા દિવસે લગભગ 2 હજાર લોકોનાં મોત નીપજ્યાં છે. ફક્ત બે દિવસમાં, લગભગ 4 હજાર લોકોનાં મોત કોરોના વાયરસનાં ચેપને કારણે થયા છે. અત્યાર સુધીમાં, અહીં 14,695 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા બુધવારે સાંજે સાડા આઠ વાગ્યે બહાર પાડવામાં આવેલી સૂચિ મુજબ, 24 કલાકમાં અહી રેકોર્ડ 1973 લોકો મૃત્યુ પામ્યા છે, જે અગાઉનાં દિવસનાં 1939 નાં મૃત્યુ કરતાં વધુ છે. યુ.એસ. માં, કોરોનાને કારણે 14,695 લોકોનાં મોત નીપજ્યાં છે. મૃત્યુની સંખ્યાનાં સંદર્ભમાં યુ.એસ. સ્પેન (14555) થી આગળ નીકળી ગયુ છે. ઇટાલીમાં કોરોનામાં સૌથી વધુ 17,669 લોકો માર્યા ગયા છે.

અમેરિકામાં કોરોના સંક્રમિત દર્દીઓ સૌથી વધુ 4 લાખ 30 હજાર છે. આ પછી, 1 લાખ 48 હજાર સાથે સ્પેનમાં સૌથી વધુ કોરોના દર્દીઓ છે. ઇટાલીમાં 1 લાખ 39 હજાર લોકોને આ વાયરસનો ચેપ લાગ્યો છે. જર્મનીમાં 1 લાખ 13 હજાર લોકોને ચેપ લાગ્યો છે, જેમાંથી 2,349 લોકોએ જીવ ગુમાવ્યો છે. 1 લાખથી વધુ દર્દીઓવાળા દેશોમાં જર્મનીમાં સૌથી ઓછું મૃત્યુ દર છે. ફ્રાન્સમાં પણ 1 લાખ 12 હજાર લોકોને ચેપ લાગ્યો છે. અહીં 10,800 થી વધુ લોકોનાં મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.