Not Set/ કિમ જોંગ બન્યો લાચાર, સિંગાપુરમાં રહેવા સુધ્ધાના પણ પૈસા નથી તો આ સંગઠને આપી ખર્ચ ઉઠાવવાની સહમતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ૧૨ જૂનના રોજ સિંગાપુરમાં થનારી મુલાકાત અંગે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. આ ચર્ચાઓમાં તાનાશાહના સિંગાપુરમાં રહેવાના ખર્ચની ચુકવણી અંગે પણ અનેક દુવિધાઓ સામે આવી રહી હતી ત્યારે હવે આ ખર્ચની ચુકવણીનો રસ્તો સાફ થયો છે. તાનાશાહ કિમ જોંગ ઉન ૧૨ જૂનના રોજ જયારે સિંગાપુરમાં રોકાશે તેનો […]

World Trending
donald trump kim jong un ap mt 171101 16x9 992 780x405 1 કિમ જોંગ બન્યો લાચાર, સિંગાપુરમાં રહેવા સુધ્ધાના પણ પૈસા નથી તો આ સંગઠને આપી ખર્ચ ઉઠાવવાની સહમતી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ૧૨ જૂનના રોજ સિંગાપુરમાં થનારી મુલાકાત અંગે અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે. આ ચર્ચાઓમાં તાનાશાહના સિંગાપુરમાં રહેવાના ખર્ચની ચુકવણી અંગે પણ અનેક દુવિધાઓ સામે આવી રહી હતી ત્યારે હવે આ ખર્ચની ચુકવણીનો રસ્તો સાફ થયો છે.

તાનાશાહ કિમ જોંગ ઉન ૧૨ જૂનના રોજ જયારે સિંગાપુરમાં રોકાશે તેનો સંપુર્ણ ખર્ચ નોબલ પ્રાઈઝ વિજેતા એન્ટી – ન્યુક્લિયર કેમ્પેઈન ગ્રુપ ICAN દ્વારા ચુકવવામાં આવશે.

એન્ટી – ન્યુક્લિયર કેમ્પેઈન ગ્રુપ ICAN દ્વારા જણાવવામાં આવ્યું છે કે, “તેઓ આ ઐતિહાસિક સંમેલનનો ખર્ચ ઉઠાવી શકે છે, સાથે સાથે તેઓ કિમ જોંગના હોટલનો ખર્ચ પણ ઉઠાવી શકે છે”.

જો કે અમેરિકા દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ દ્વારા કોઈને પણ ખર્ચ આપવા માટે જણાવ્યું નથી.

આ પહેલા માહિતી સામે આવી હતી કે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ પાસે પૈસાની કમી છે અને જેથી તેઓની માંગ છે કે કોઈ સિંગાપુરમાં તેઓના રહેવાનો ખર્ચ આપે

વોશિંગ્ટન પોસ્ટ”ના એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ, ઉત્તર કોરિયાઈ નેતાએ આ મુલાકાત દરમિયાન સિંગાપુરની ફાઈવ સ્ટાર ફૂલરટન હોટલમાં રોકવાની માંગ કરી છે, સાથે સાથે આ હોટલનું ભાડું બીજા કોઈને ચુકવવા માટે પણ માંગણી કરી છે.

મહત્વનું છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ૧૨ જૂનના રોજ સિંગાપુરમાં થનારી મુલાકાત અંગે અનેક અટકળો સામે આવી રહી હતી. જો કે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વધુ એકવાર પૃષ્ટિ કરવામાં આવી છે કે, ૧૨ જૂનના રોજ કિમ સાથે તેઓની ઐતિહાસિક મુલાકાત થશે.