Not Set/ #કોરોનાઈફેક્ટ/ વર્ષો બાદ ચીનની અર્થવ્યવસ્થા ડૂબી, GDP ને મોટું નુકસાન

કોરોના વાયરસની અસર વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન પર જોવા મળી રહી છે. પ્રથમ ક્વાર્ટરમાં ચીનનાં અર્થતંત્રમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે. ઘણા દાયકાઓમાં આ પહેલીવાર છે જ્યારે ચીનની જીડીપીને આટલો મોટો ઝટકો લાગ્યો છે. કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થા અટકી ગઈ છે અને તેની સીધી અસર ચીનની જીડીપી પર પડી છે. શુક્રવારે અહેવાલોમાં આ […]

World

કોરોના વાયરસની અસર વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીન પર જોવા મળી રહી છે. પ્રથમ ક્વાર્ટરમાં ચીનનાં અર્થતંત્રમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે. ઘણા દાયકાઓમાં આ પહેલીવાર છે જ્યારે ચીનની જીડીપીને આટલો મોટો ઝટકો લાગ્યો છે. કોરોના વાયરસને કારણે અર્થવ્યવસ્થા અટકી ગઈ છે અને તેની સીધી અસર ચીનની જીડીપી પર પડી છે. શુક્રવારે અહેવાલોમાં આ માહિતી આપવામાં આવી છે.

સમાચાર એજન્સી રોયટર્સ દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, 1992 થી ચીને તેના જીડીપીનો રેકોર્ડ રાખવાનું શરૂ કર્યું છે અને આ પહેલીવાર છે જ્યારે આટલો મોટો ઘટાડો નોંધાયો છે. કોરોના વાયરસને કારણે ચીને તેની તમામ ફેક્ટરીઓ, પરિવહન અને શોપિંગ મોલ બંધ કર્યા. રોયટર્સનાં એક મતદાનમાં વિશ્લેષકો દ્વારા એવો અંદાજ લગાવવામાં આવ્યો હતો કે આ ઘટાડો 6.5 ટકાથી વધુ હોઈ શકે છે. ઉપરાંત, 2019 નાં ચોથા ક્વાર્ટરમાં ડેટામાં છ ટકાનો વધારો જોવા મળશે. વર્ષ 2020 માં, જાન્યુઆરીથી માર્ચ સુધી, જે આંકડાઓ સામે આવ્યા છે, તેનાથી વિશ્લેષકોનું અનુમાન સાચુ સાબિત થાય છે.

1976 નું વર્ષ હતું જ્યારે ચીનમાં એક દાયકા પછી સામાજિક અને આર્થિક તણાવ સમાપ્ત થયો હતો. કમ્યુનિસ્ટ પાર્ટીનાં નેતા માઓત્સે તુંગનાં અવસાન પછી, ચીનમાં એક મોટી અવ્યવસ્થા ઉભી થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 1976 પછી આ પહેલીવાર છે જ્યારે ચીનને આટલા મોટા પાયે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. જાન્યુઆરીનાં અંતમાં, ચીને લોકડાઉન દ્વારા બધું બંધ કર્યું. ચીને વાયરસને રોકવા માટે આ પગલું ભર્યું હતું. જો કે ચીનની સરકારને તેના લીધેલા લોકડાઉન પગલાથી થોડી રાહત મળી હતી.

એવું કહેવાતું હતું કે, લોકડાઉનથી ચીનમાં વાયરસ ફેલાતા રોકી શકાશે. તાજેતરમાં, ચીને વુહાનમાં જ્યાં વાયરસ ફેલાયો હતો ત્યા લોકડાઉન હટાવ્યું છે. ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, ચીન હવે તેની 14 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે. કોરોના વાયરસને કારણે, અર્થતંત્ર અમેરિકાથી યુરોપ સુધી સંપૂર્ણપણે પતન થયું છે અને હવે એવું માનવામાં આવે છે કે આ વર્ષે વિશ્વ વધુ આર્થિક મંદીનો સામનો કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.