Not Set/ કોરોનાથી પીડિત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયતમાં જોવા મળ્યો સુધારો, જાણો શું કહ્યુ

  અમેરિકાનાં રાષ્ટ્રપતિ ગત દિવસોમાં વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી વ્હાઇટ હાઉસ શિફ્ટ થયા હતા. જ્યા ટ્રમ્પની પહેલી રાત ખૂબ જ આરામ દાયક રહી હતી. ટ્રમ્પનાં ચિકિત્સકે કહ્યું કે, ટ્રમ્પમાં કોરોનાનાં ચિહ્નો દેખાઇ રહ્યા નથી. આની પુષ્ટિ કરતાં ફિઝિશિયન સીન કોનલી ડોકટરે કહ્યું કે, ટ્રમ્પ હવે પહેલા કરતા વધુ સારા છે. તેમના ઓક્સિજનનું પ્રમાણ પણ સુધર્યું […]

World
56adbc491497df1a656ffb46bf70d8a7 કોરોનાથી પીડિત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયતમાં જોવા મળ્યો સુધારો, જાણો શું કહ્યુ
 

અમેરિકાનાં રાષ્ટ્રપતિ ગત દિવસોમાં વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી વ્હાઇટ હાઉસ શિફ્ટ થયા હતા. જ્યા ટ્રમ્પની પહેલી રાત ખૂબ જ આરામ દાયક રહી હતી. ટ્રમ્પનાં ચિકિત્સકે કહ્યું કે, ટ્રમ્પમાં કોરોનાનાં ચિહ્નો દેખાઇ રહ્યા નથી. આની પુષ્ટિ કરતાં ફિઝિશિયન સીન કોનલી ડોકટરે કહ્યું કે, ટ્રમ્પ હવે પહેલા કરતા વધુ સારા છે. તેમના ઓક્સિજનનું પ્રમાણ પણ સુધર્યું છે.

આ પણ વાંચો – જાણીતા ગીટાર વાદક એડી વૈન હેલનનું કેન્શરથી નિધન

હોસ્પિટલમાંથી રજા આપતા પહેલા ટ્રમ્પે ટ્વિટ કરીને લખ્યું કે, ‘હું આજે સાંજે 6.30 વાગ્યે ગ્રેટ વોલ્ટર રીડ મેડિકલ સેન્ટરથી નીકળીશ. મારી તબિયત સારી છે, કોરોનાથી ડરવાની જરૂર નથી અને તેને તમારા જીવન પર વર્ચસ્વ ન થવા દો. અમે અમારા શાસન દરમિયાન કેટલીક સારી દવાઓ અને જાણકારીઓ વિકસાવી છે. હું 20 વર્ષ પહેલાં જેવો અનુભવ કરતો હતો, તેના કરતાં હું સારો અનુભવ આજે કરી રહ્યો છું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.