Not Set/ #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં 67 લાખથી વધુ કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં…

  ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 નાં 72,049 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 986 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ પણ વાંચો – કોરોનાથી પીડિત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયતમાં જોવા મળ્યો સુધારો, જાણો શું કહ્યુ કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા […]

Uncategorized
b1873c9414a44cb3967c630f87a80a42 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં 67 લાખથી વધુ કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં...
b1873c9414a44cb3967c630f87a80a42 #CoronaUpdateIndia/ દેશમાં કોરોનાનાં 67 લાખથી વધુ કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં... 

ભારતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જારી કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 નાં 72,049 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 986 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

આ પણ વાંચો – કોરોનાથી પીડિત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પની તબિયતમાં જોવા મળ્યો સુધારો, જાણો શું કહ્યુ

કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા હવે, 67,57,132 થઇ ગઇ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસ માટે કુલ 8,22,71,654 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી મંગળવારે 11,99,857 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપે મચાવ્યો કહેર, જાણો હવે ક્યા અનુભવાયો આંચકો

કોરોનામાં અત્યાર સુધીમાં કુલ 67 લાખથી વધુ લોકો સંક્રમિત છે. જો કે, સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં હાલમાં 9,07,883 સક્રિય કેસ છે, જ્યારે 57,44,694 લોકો ઠીક થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.