Not Set/ #કોરોનાનોકહેર/ કોરોના વેક્સિનને લઇને જેન હેલ્ટને આપી ચેતવણી, HIV ની જેમ આ વાયરસની પણ…

આજે વિશ્વભરમાં કોરોનાનો કહેર માનવ જાતીને ચિંતામાં મુકી રહ્યો છે. આજે વિશ્વ સુપર પાવર કહેવાતો દેશ અમેરિકા પણ આ વાયરસથી લાચાર દેખાઇ રહ્યો છે. ત્યારે આ વાયરસની વેક્સિન જલ્દી બને અને આ મહામારીથી દુનિયા લડી શકે તે આશા સાથે વૈજ્ઞાનિકો રાત-દિવસ એક કરીને આ વેક્સિનને બનાવવાનાં પ્રયત્નમાં છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 40 વર્ષથી […]

World

આજે વિશ્વભરમાં કોરોનાનો કહેર માનવ જાતીને ચિંતામાં મુકી રહ્યો છે. આજે વિશ્વ સુપર પાવર કહેવાતો દેશ અમેરિકા પણ આ વાયરસથી લાચાર દેખાઇ રહ્યો છે. ત્યારે આ વાયરસની વેક્સિન જલ્દી બને અને આ મહામારીથી દુનિયા લડી શકે તે આશા સાથે વૈજ્ઞાનિકો રાત-દિવસ એક કરીને આ વેક્સિનને બનાવવાનાં પ્રયત્નમાં છે. આપને જણાવી દઇએ કે, છેલ્લા 40 વર્ષથી સરેરાશ દર વર્ષે 8 લાખ લોકો એચ.આય.વી.થી મૃત્યુ પામે છે. હજી સુધી કોઈ એચ.આય.વી રસી મળી નથી. આ સંદર્ભમાં, કોરોના વાયરસની રસી શોધી રહેલી ટીમનું નેતૃત્વ કરી રહેલા પ્રમુખ વૈજ્ઞાનિક જેન હેલ્ટને એક એવુ નિવેદન આપ્યુ છે, જે ખૂબ જ ચિંતાજનક છે. તેમણે કહ્યું છે કે કદાચ કોરોના રસી ક્યારેય નહીં મળે.

જેન હેલ્ટન કોરોના રસીની શોધ માટે કાર્યરત આંતરરાષ્ટ્રીય ટીમનું નેતૃત્વ કરી રહ્યાં છે. આ ટીમને બિલ ગેટ્સ તરફથી ભંડોળ પ્રાપ્ત થયું છે. જેનને ઓસ્ટ્રેલિયાનાં સૌથી અનુભવી રોગચાળાનાં નિષ્ણાત તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનાં એક્ઝિક્યુટિવ બોર્ડમાં પણ કામ કર્યું છે અને વર્લ્ડ હેલ્થ એસેમ્બલીનાં પ્રમુખ તરીકે પણ તે રહી ચૂક્યા છે. જેન હેલ્ટને આ ચેતવણી એટલે આપી છે જેથી કોરોના સામેનાં દરેક દેશો એકલા રસીની આશામાં ન બેસી રહે. પરંતુ, કોરોનાને હરાવવા માટે પ્લાન બી પર પણ કામ શરૂ કરે. કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. 17 લાખથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. એક લાખથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. જો કે, ઘણા દેશોમાં કોરોના રસી શોધવા માટે ટ્રાયલ શરૂ કરવામાં આવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયન અખબાર સાથેની વાતચીતમાં વૈજ્ઞાનિક જેન હેલ્ટન કહે છે કે, આરોગ્ય અધિકારીઓએ પ્લાન બી પર વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે. કારણ કે આપણે કોરોના રસી શોધી શક્યા નથી. જો કે, વિશ્વનાં ઘણા આરોગ્ય નિષ્ણાતો આશા રાખી રહ્યા છે કે 2021 સુધીમાં વિશ્વને કોરોના રસી તૈયાર કરવામાં સફળતા મળશે. પરંતુ તે વાતમાં કેટલી સચ્ચાઇ છે તે આવનારા સમયમાં સ્પષ્ટ થઇ જશે. જો કે જેન હેલ્ટન દ્વારા આ નિવેદન આપવા પાછળનું કારણ એ પણ હોઇ શકે છે કે, તેઓ માની રહ્યા હોય કે તેમના તરફથી થઇ રહેલા પ્રયત્નો સફળ ન રહ્યા અને દુનિયા જ્યારે તેમના પર નિર્ભર રહીને બેસી રહી ત્યા સુધી આ વાયરસનો ફેલાવો એટલો બધો પણ ન થઇ જાય કે પછી તેને રોકવો અસંભવ થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.