Not Set/ #કોરોનાવાયરસ/ કોન્ડોમ બનાવતી કંપનીને આપવામાં આવી ટેસ્ટ કીટ બનાવવાની જવાબદારી

કોરોના વાયરસે સમગ્ર દેશને પોતાની પકડમાં રાખ્યો છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 7,447 લોકોને ચેપ લાગ્યો છે અને લગભગ 220 લોકોનાં મોત નીપજ્યાં છે. મોદી સરકાર આ ખતરનાક વાયરસ સામે લડવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. સરકાર વાયરસનાં ચેપને અટકાવવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. આ લડાઇમાં વિજય મેળવવા માટે સરકાર […]

India
KyU2ulFvgdpwMaG9Gqv9 #કોરોનાવાયરસ/ કોન્ડોમ બનાવતી કંપનીને આપવામાં આવી ટેસ્ટ કીટ બનાવવાની જવાબદારી

કોરોના વાયરસે સમગ્ર દેશને પોતાની પકડમાં રાખ્યો છે. આ જીવલેણ વાયરસથી અત્યાર સુધીમાં 7,447 લોકોને ચેપ લાગ્યો છે અને લગભગ 220 લોકોનાં મોત નીપજ્યાં છે. મોદી સરકાર આ ખતરનાક વાયરસ સામે લડવા માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે. સરકાર વાયરસનાં ચેપને અટકાવવા માટે કોઈ કસર છોડવા માંગતી નથી. આ લડાઇમાં વિજય મેળવવા માટે સરકાર સામાજિક અંતરની સાથે-સાથે વધુમાં વધુ લોહીનાં ટેસ્ટ કરવવા પર જોર આપી રહી છે. આ માટે સરકારી અને ખાનગી લેબમાં દરરોજ ટેસ્ટની સંખ્યામાં વધારો કરવાના આદેશો આપવામાં આવી રહ્યા છે. પરંતુ પૂરતી ટેસ્ટ કીટનો અભાવ હોવાને કારણે સમસ્યા આવી રહી છે. આવી સ્થિતિમાં કોન્ડોમ બનાવતી સરકારી કંપની હિન્દુસ્તાન લેટેક્સ લિમિટેડ (HLL) ને કીટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

HLL ને સરકાર તરફથી હાલમાં 2 લાખ કીટ ઉત્પાદન કરવાનો ઓર્ડર મળ્યો છે. હરિયાણાનાં માનેસર પ્લાન્ટમાં દરરોજ 20 હજાર કીટનું ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક છે અને આ તમામ ઓર્ડર આવતા 10 દિવસમાં પૂર્ણ થઈ જશે. સામાન્ય રીતે COVID-19 ટેસ્ટ માટેની કીટની કિંમત બજારમાં 700-800 રૂપિયા હોય છે, પરંતુ HLL તેની કિંમત ફક્ત 350-4૦૦ જ રાખશે. આવી સ્થિતિમાં, ઘણા વર્ષોથી ખોટમાં આવી રહેલી આ સરકારી કંપનીને આશા છે કે કંપની માટે આગામી દિવસોમાં સ્થિતિ સારી રહેશે. 

1970 નાં દાયકામાં, કંપનીએ પરિવાર આયોજનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તે સમય દરમિયાન, આ કંપની નિરોધનાં નામે કોન્ડોમ બનાવતી હતી. પરંતુ સમય જતાં કંપનીનો માર્કેટ શેર ઘટતો રહ્યો. ત્રણ વર્ષ પહેલા HLL નું ખાનગીકરણ કરવાનો મુદ્દો પણ ઉઠ્યો હતો. આ સિવાય આ કંપની ગત મહિને પણ વિવાદમાં હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે આરોગ્ય કર્મચારીઓનાં પ્રોટેક્ટિવ સાધનો બનાવવામાં વિલંબ થયો છે.

Andhra Pradesh to manufacture COVID-19 kits for massive testing ...

કંપનીનાં જણાવ્યા મુજબ, તે કોરોના વાયરસનાં દર્દીઓ માટે આવી ટેસ્ટ કીટ બનાવી રહી છે, જે ફક્ત 15-20 મિનિટમાં પરિણામ આપશે. કંપનીનાં ટેકનિકલ ઓપરેશનનાં ડાયરેક્ટર સુબ્રમણ્યમનાં જણાવ્યા મુજબ, HLL એ ફક્ત એક મહિનામાં આ કીટ તૈયાર કરી છે. અગાઉ કંપનીએ ટીબી, ડેન્ગ્યુ અને મેલેરિયા માટે ટેસ્ટ કીટ તૈયાર કરી ચુકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.