Not Set/ #કોરોનાવાયરસ/ ટ્રમ્પનાં બદલાયા બોલ, ટ્વીટ કરી કહ્યું- મુશ્કેલ સમયમાં હોય છે દોસ્તની જરૂર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક ટ્વિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ ભારતીયોની પ્રશંસા કરી છે. ભારતીય તરફથી મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વિન પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ તેમણે આ જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, દવા કોવિડ-19 સામે ચાલી રહેલા યુદ્ધમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ પહેલા પણ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીની […]

World

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક ટ્વિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તમામ ભારતીયોની પ્રશંસા કરી છે. ભારતીય તરફથી મેલેરિયા ડ્રગ હાઇડ્રોક્સીક્લોરોક્વિન પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ તેમણે આ જવાબ આપ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે, દવા કોવિડ-19 સામે ચાલી રહેલા યુદ્ધમાં ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. આ પહેલા પણ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીની પ્રશંસા કરી હતી.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કરીને લખ્યું છે કે, ‘અસાધારણ સમયમાં મિત્રો વચ્ચે વધુ સહકારની જરૂર હોય છે. HCQ પર નિર્ણય લેવા બદલ ભારત અને ભારતનાં લોકોનો આભાર. આપને ક્યારે ભૂલશું નહીં. આ ટ્વિટમાં તેમણે વધુમાં લખ્યું કે, ‘આભાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તમારા મજબૂત નેતૃત્વએ આ લડતમાં ભારતને જ નહીં પરંતુ માનવતાને પણ મદદ કરી છે.આ પણ નોંધનીય છે કે ટ્રમ્પે સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે મીડિયાને સંબોધન કહ્યું હતું કે જો ભારતે પ્રતિબંધ નહીં હટાવ્યો તો તેનો બદલો લેવામાં આવશે.

ટ્રમ્પે ટ્વીટ કરી હતી તે જ ભાવનાઓ તેણે ફોક્સ ન્યૂઝને આપેલી મુલાકાતમાં બતાવી હતી. આ મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે, તે હાઈડ્રોક્સાીઇક્લોરોક્વિનનાં 29 કરોડથી વધુ ટેબ્લેટ્સ ખરીદવા જઈ રહ્યા છે. તેમણે માહિતી આપી હતી કે જ્યારે તેમણે શનિવારે પીએમ મોદી સાથે ટેબ્લેટની ખરીદીની વાત કરી હતી, ત્યારે તેમણે કોવિડ-19 વિરુદ્ધ યુદ્ધમાં ભારતની પ્રગતિની પ્રશંસા પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.