Not Set/ ટ્રમ્પનાં આક્રમક વલણનો WHO વડાએ આપ્યો જવાબ, કહ્યુ- કોરોના પર રાજકારણ આગ સાથે રમવા જેવું

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં ડાયરેક્ટર જનરલ ટેડરોસ એડહોનમ ગેબ્રેસિયસે કહ્યું છે કે, કોવિડ-19 જેવા રોગચાળાને લઇને રાજકારણ કરવું એ આગ સાથે રમવા જેવું છે. તેમનું નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સંગઠને અપનાવેલા આક્રમક વલણ પછી આવ્યું છે. ટ્રમ્પે મંગળવારે સંગઠન પર માહિતી છુપાવવાની અને ચીનની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો. WHO નાં વડા ટેડરોસ […]

World

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) નાં ડાયરેક્ટર જનરલ ટેડરોસ એડહોનમ ગેબ્રેસિયસે કહ્યું છે કે, કોવિડ-19 જેવા રોગચાળાને લઇને રાજકારણ કરવું એ આગ સાથે રમવા જેવું છે. તેમનું નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં સંગઠને અપનાવેલા આક્રમક વલણ પછી આવ્યું છે. ટ્રમ્પે મંગળવારે સંગઠન પર માહિતી છુપાવવાની અને ચીનની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

WHO નાં વડા ટેડરોસ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં હતા અને અહીંથી જ તેમણે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું, ‘કોરોના વાયરસનાં રાજકીયકરણથી દૂર રહો. પક્ષ, વિચારધારા અને ધાર્મિક મતભેદોથી ઉપર ઉતરવાની જરૂર છે. કોરોના પર રાજકારણ ન કરો કારણ કે તે આગ સાથે રમવા જેવું છે.ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારોને કહ્યું હતું કે, હવે ડબ્લ્યુએચઓને જે ભંડોળ આપવામાં આવશે તેના પર નજર રાખશે. ટ્રમ્પે આ રોગચાળા માટે ડબ્લ્યુએચઓને સ્પષ્ટ રીતે જવાબદાર ઠેરવી છે.

આ ઉપરાંત, ટ્વિટમાં પણ તેમણે સંગઠન પર કટાક્ષ કર્યો હતો. ટ્રમ્પે લખ્યું કે, WHO એ આ સમગ્ર પરિસ્થિતિને બગાડી છે. તેને સૌથી વધુ યુ.એસ. દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે અને તે ચીન પર કેન્દ્રિત છે. ભગવાનનો આભાર કે મેં ચીન માટે સરહદો ખોલવાની તેમની સલાહ સ્વીકારવાની ના પાડી. ડબ્લ્યુએચઓનાં ડિરેક્ટર જનરલ ટેડરોસ એડહોનમ ગેબ્રેસિયસ ત્યારે જ આ પદ માટે ચૂંટાયા હતા જ્યારે ચીને તેમને ટેકો આપ્યો હતો. યુએસ-સમર્થિત ડૉક્ટર ડેવિડ નબારોને હરાવીને મે 2017 માં ગેબ્રેસિયસ આ પદ માટે ચૂંટાયા હતા. નબારો યુનાઇટેડ કિંગડમનાં ઉમેદવાર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.