Not Set/ કોરોના બાદ વિશ્વ માટે ભૂકંપ બન્યો મોટી મુસીબત, જાણો હવે ક્યા આવ્યો તીવ્ર આંચકો

વિશ્વનાં વિવિધ ભાગોમાં વારંવાર ભૂકંપનાં આંચકા આવી રહ્યા છે. ગત રાત્રીએ તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપનાં તીવ્ર આંચકા આવ્યા હતા, જ્યારે મંગળવારે સવારે ધરતીકંપનાં આંચકાથી ઇન્ડોનેશિયાની ધરતી ધ્રુજી ઉઠી હતી. એએનઆઈનાં જણાવ્યા અનુસાર, ઇન્ડોનેશિયામાં પણ તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતીકંપ રિક્ટર સ્કેલ પર 6.3 ની તીવ્રતાનો માપવામાં આવ્યો છે. 6 થી વધુની આ તીવ્રતા તીવ્ર આંચકામાં […]

World
53ed318f4dce3724c7737da56cfa5f9a કોરોના બાદ વિશ્વ માટે ભૂકંપ બન્યો મોટી મુસીબત, જાણો હવે ક્યા આવ્યો તીવ્ર આંચકો

વિશ્વનાં વિવિધ ભાગોમાં વારંવાર ભૂકંપનાં આંચકા આવી રહ્યા છે. ગત રાત્રીએ તાજિકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપનાં તીવ્ર આંચકા આવ્યા હતા, જ્યારે મંગળવારે સવારે ધરતીકંપનાં આંચકાથી ઇન્ડોનેશિયાની ધરતી ધ્રુજી ઉઠી હતી. એએનઆઈનાં જણાવ્યા અનુસાર, ઇન્ડોનેશિયામાં પણ તીવ્ર આંચકા અનુભવાયા હતા. ધરતીકંપ રિક્ટર સ્કેલ પર 6.3 ની તીવ્રતાનો માપવામાં આવ્યો છે. 6 થી વધુની આ તીવ્રતા તીવ્ર આંચકામાં માપવામાં આવે છે.

ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાનાં સોમારંગથી 142 કિમી ઉત્તરમાં હતું. ભૂકંપનાં કારણે થયેલા નુકસાન અંગે હજી સુધી જાણકારી મળી નથી, પરંતુ વારંવાર ધરતીકંપનાં આંચકાથી લોકો ડરી ગયા છે. આપને જણાવી દઇએ કે, અગાઉ 9 જૂને પણ ઇન્ડોનેશિયાનાં મલુકુ પ્રાંતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર બુરુ જિલ્લાનાં દક્ષિણ પશ્ચિમમાં 126 કિલોમીટર અને સમુદ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. જો કે રાહત સમાચાર છે કે ભૂકંપનાં કારણે સુનામી આવી નથી.

આ અગાઉ 4 જૂને ઉત્તર મલુકુ પ્રાંતમાં 6.8 ની તીવ્રતાનો ભુકંપ આવ્યો ત્યારે 100 થી વધુ મકાનોને નુકસાન થયું હતું. અનેક ઇમારતોમાં તિરાડ પડી હતી. આપને જણાવી દઈએ કે, ઇન્ડોનેશિયા સંવેદનશીલ ભૂકંપ પ્રભાવિત ક્ષેત્ર પર સ્થિત છે જેને પેસિફિક રિંગ ઓફ ફાયર કહેવામાં આવે છે, જેના કારણે અહીં ઘણીવાર ભૂકંપ આવતો હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.