Not Set/ પુલવામામાં એકવાર ફરી આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે એન્કાઉન્ટર, 2 જવાન ઘાયલ, 1 આતંકી ઠાર

વરિષ્ઠ પોલીસ અધિકારીએ સંયુક્ત ટીમ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની પુષ્ટિ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અહીં બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે હજી ગોળીબાર ચાલી રહ્યો છે. જમ્મુ-કાશ્મીરનાં પુલવામાનાં ગુસુમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન અને સૈન્ય સૈનિક ઘાયલ થયા છે. સૂત્રોનાં […]

Uncategorized
6604e77a4b2406cc4fdc2cae0a49d4ae 1 પુલવામામાં એકવાર ફરી આતંકી અને સુરક્ષાકર્મી વચ્ચે એન્કાઉન્ટર, 2 જવાન ઘાયલ, 1 આતંકી ઠાર

વરિષ્ઠ પોલીસ અધિકારીએ સંયુક્ત ટીમ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની પુષ્ટિ કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર અહીં બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આતંકવાદી અને સુરક્ષા દળો વચ્ચે હજી ગોળીબાર ચાલી રહ્યો છે.

જમ્મુ-કાશ્મીરનાં પુલવામાનાં ગુસુમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન અને સૈન્ય સૈનિક ઘાયલ થયા છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર પોલીસ અને સેનાની 53 રાષ્ટ્રીય રાઇફલ્સની ટીમ ગુસુમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ સમય દરમ્યાન સમગ્ર વિસ્તાર ઘેરી લેવામાં આવ્યો છે. પોલીસ અને સેનાનાં જવાનોએ આ વિસ્તારને ઘેરી લેતાંની સાથે જ આતંકીઓ ગુસ્સે થઈ ગયા અને ફાયરિંગ શરૂ કરી દીધુ. સંયુક્ત ટીમે આતંકવાદીઓની ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો હતો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું હતું. વરિષ્ઠ પોલીસ અધિકારીએ સંયુક્ત ટીમ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબારની પુષ્ટિ કરી છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર અહીં બે થી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. હજી પણ આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર ચાલુ છે.

આ પહેલા 5 જુલાઈએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) પર પુલમામામાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આઈઆરઈડી બ્લાસ્ટ દ્વારા સીઆરપીએફનાં કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો. બ્લાસ્ટ પછી આતંકીઓએ સીઆરપીએફનાં કાફલા પર ફાયરિંગ કર્યું હતું. જો કે તેમાં કોઈ જાનહાનિ થયાનાં સમાચાર નથી. આ હુમલા બાદ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.