Not Set/ કોરોના બાદ હવે એક નવી મુસિબત માટે રહો તૈયાર, અવકાશથી આવી રહ્યું છે…

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ભારતમાં કોરોના સાથે ઘણી મુસિબતો સામે ઉભી છે. ત્યારે એક નવી મુસિબત સમગ્ર પ્લેનેટને લઇને સામે આવી રહી છે. હવે આકાશમાંથી એક મોટી મુસિબત આવી રહી છે. નાસાનાં સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ્સ સ્ટડીઝે અહેવાલ આપ્યો છે કે ઘણા ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી નિકળવાના છે અને તેની શરૂઆત 6 […]

World
f3fca567f7355581c747974aa3f90aff કોરોના બાદ હવે એક નવી મુસિબત માટે રહો તૈયાર, અવકાશથી આવી રહ્યું છે...

સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે ભારતમાં કોરોના સાથે ઘણી મુસિબતો સામે ઉભી છે. ત્યારે એક નવી મુસિબત સમગ્ર પ્લેનેટને લઇને સામે આવી રહી છે. હવે આકાશમાંથી એક મોટી મુસિબત આવી રહી છે. નાસાનાં સેન્ટર ફોર નિયર અર્થ ઓબ્જેક્ટ્સ સ્ટડીઝે અહેવાલ આપ્યો છે કે ઘણા ઉલ્કાપિંડ પૃથ્વીની નજીકથી નિકળવાના છે અને તેની શરૂઆત 6 જૂનથી થશે.

0450e7ac402bec6c1475079fd4bebed0 કોરોના બાદ હવે એક નવી મુસિબત માટે રહો તૈયાર, અવકાશથી આવી રહ્યું છે...

નાસા કહે છે કે ઉલ્કાપિંડ 2002 એન.એન. 4 ની સંભવિત લંબાઈ 250–570 મીટર અને પહોળાઈ 135 મીટર છે જે સૂર્યની નજીકથી પસાર થતો પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરી રહ્યો છે. રોક-163348 (2002 NN4) ઉલ્કાપિંડ શનિવારે પૃથ્વીની ભ્રમણકક્ષા પાસેથી જ્યારે રવિવારે સવારે 8:20 વાગ્યે પૃથ્વીની નજીકથી નિકળશે. તે 20,000 માઇલથી વધુની ઝડપે મુસાફરી કરી રહ્યું છે. એસ્ટરોઇડ્સ અન્ય એસ્ટરોઇડ્સનાં 90% જેટલા મોટા છે અને તેની તુલના ફૂટબોલ સ્ટેડિયમ સાથે કરવામાં આવે છે. એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ કરતા લંબાઈ વધારે હોઈ શકે છે. જ્યારે તે પૃથ્વીની નજીક હશે, ત્યારે તેનો માર્ગ આપણાથી ફક્ત 125 માઇલ દૂર રહેવાની સંભાવના છે. ડેલીસ્ટાર વેબસાઇટ અનુસાર, નાસાએ એસ્ટેરોઇડને એટેન ઉલ્કાપિંડનાં રૂપમાં વર્ગીકૃત કર્યું છે, જે સૂર્યની આજુબાજુ ખૂબ વિસ્તૃત કક્ષાની બહાર અવકાશ પથ્થર છે.

90a44b34c93e8953b7d2a5b95cff6281 કોરોના બાદ હવે એક નવી મુસિબત માટે રહો તૈયાર, અવકાશથી આવી રહ્યું છે...

ઉલ્કાપિંડ 2013 XA-22, 2002 NH4 ની જેમ, 8 જૂને પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે. આ ઉલ્કાપિંડ સોમવારે 3.40 વાગ્યે પૃથ્વીની કક્ષામાં પ્રવેશ કરશે. તે 2002 NH-4 કરતા પૃથ્વીની ખૂબ નજીકથી નિકળશે. જો કે, તે 2002 NH4 કરતા નાનું ઉલ્કાપિંડ છે. તેની લંબાઈ લગભગ 160 મીટર છે અને તેની ગતિ 24,050 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઉલ્કાપિંડ 441987(2010 NY 65) એક દાયકા કરતા પણ વધુ પહેલા મળી આવી હતી અને તેનો અભ્સાય પૃથ્વીની નિકટવર્તી ભ્રમણકક્ષાનાં કારણે કરવામાં આવ્યો હતો. ઉલ્કાપિંડ 2010 NY 65 24 જૂને ભારતનાં સમય મુજબ બુધવારે સવારે 6:44 વાગ્યે, પૃથ્વીની કક્ષાની નજીકથી નિકળશે. ઉલ્કાપિંડ 2010 NY 65 નો આકાર 2002 NN4 અને 2013 XA22 ની વચ્ચે છે. તેની લંબાઈ લગભગ 310 મીટર છે. જૂન મહિનામાં પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી પસાર થતી આ ઉલ્કાપિંડમાં 2010 NY65 ની વેલોસિટી સૌથી વધારે 46,4૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.