Not Set/ કોરોના વાયરસની મહામારી વચ્ચે કેનેડામાં પોલીસનાં પોષાકમાં એક શખ્સે કરી ફાયરિંગ

કેનેડાથી રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ શૂટઆઉટમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના નોવા સ્કોટિયાની છે, જ્યાં એક શંકાસ્પદે લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. કેનેડિયન પોલીસનાં જણાવ્યા અનુસાર, 12 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં એક પોલીસ અધિકારી પણ માર્યો ગયો છે, જ્યારે બીજો એક […]

World

કેનેડાથી રવિવારે ફાયરિંગની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આ શૂટઆઉટમાં 10 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ ઘટના નોવા સ્કોટિયાની છે, જ્યાં એક શંકાસ્પદે લોકો પર ગોળીબાર કર્યો હતો, જેમાં 10 લોકો માર્યા ગયા હતા. કેનેડિયન પોલીસનાં જણાવ્યા અનુસાર, 12 કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં એક પોલીસ અધિકારી પણ માર્યો ગયો છે, જ્યારે બીજો એક તેમાં ઇજાગ્રસ્ત થયો હતો. સમાચાર એજન્સી અનુસાર આ ગોળીબારમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે, પરંતુ કેનેડિયન પોલીસનું કહેવું છે કે મૃત્યુઆંકની હજી સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

હુમલા પછી, પોર્ટપીક્યૂ નિવાસોને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે તેઓ ઘરમાં જ રહે અને બહાર ન નિકળે પોલીસનું કહેવું છે કે શંકાસ્પદ હુમલો કરનાર પોલીસની ગાડીમાં આવ્યા હતા. જે બાદ સશસ્ત્ર હુમલાખોરે ફાયરિંગ શરૂ કરી દીધી હતી. પોલીસ પ્રવક્તા ક્રિસ વેદર કહે છે કે, અમને હજુ સુધી મરણોત્તર સંખ્યાની જાણકારી નથી. તે 10 લોકોથી વધુ છે, મને હમણાં તેની ચોક્કસ સંખ્યા ખબર નથી. શંકાસ્પદ હુમલાખોરની શોધ રવિવારે સવારે સમાપ્ત થઈ હતી, હું પુષ્ટિ કરું છું કે હુમલાખોર માર્યો ગયો છે.

આ હુમલામાં રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ કોન્સ્ટેબલ હેડી સ્ટીવેનસન માર્યો ગયો છે. કેનેડાનાં વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આ ઘટનાને ભયાનક ગણાવી હતી. નોવા સ્કોટીયાનાં પ્રીમિયર સ્ટીફન મેકનીલે કહ્યું કે તે આપણા પ્રાંતનાં ઇતિહાસમાં સૌથી ભયંકર હિંસક ઘટના છે. પોલીસે જણાવ્યું કે તેમને શનિવારે ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસે કરેલા ટ્વિટ દ્વારા જારી કરાયેલા ફોટા મુજબ હુમલો કરનાર 51 વર્ષિય ગેબ્રિયલ વોટમેન છે. તે કેનેડિયન પોલીસનો જવાન નથી, પરંતુ પોલીસનાં પોશાકમાં સજ્જ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.