Not Set/ કોરોના સંકટ/ લોકડાઉનની સૌથી વધારે અસર દેશના મધ્યમવર્ગ પર પડી છે

  વૈશ્વિક મહામારી કોરોનથી આજે આખું વિશ્વ પરેશાન છે. વિશ્વના દરેક દેશે કોરોનાને રોકવા માટે અથવા અટેનિસમે લડવા માટે લોક ડાઉન નો સહરો લીધો છે. ભારતમાં પણ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. અને લોક ડાઉન માં ઘણા લોકો આર્થિક રીતે પ્રભાવિત થયા છે. એક સર્વેમાં એવો ખુલાસો થયો છે કે આ લોકડાઉનની સૌથી વધારે […]

Business
f75cee4bdf2c20682e3377df613d970c કોરોના સંકટ/ લોકડાઉનની સૌથી વધારે અસર દેશના મધ્યમવર્ગ પર પડી છે
 

વૈશ્વિક મહામારી કોરોનથી આજે આખું વિશ્વ પરેશાન છે. વિશ્વના દરેક દેશે કોરોનાને રોકવા માટે અથવા અટેનિસમે લડવા માટે લોક ડાઉન નો સહરો લીધો છે. ભારતમાં પણ દેશવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. અને લોક ડાઉન માં ઘણા લોકો આર્થિક રીતે પ્રભાવિત થયા છે.

એક સર્વેમાં એવો ખુલાસો થયો છે કે આ લોકડાઉનની સૌથી વધારે અસર દેશના મધ્યમવર્ગ પર પડી છે. આર્થિક સર્વે કરનાર સેન્ટર ફોર મોનેટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) એ એક સર્વે કર્યો છે, જેમાં જાણવા મળ્યુ છે કે એપ્રિલ-જૂન 2020 દરમિયાન મધ્યમવર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગને આવક વૃદ્ધિના મામલે સૌથી વધારે નુકસાન થયુ છે. સર્વેમાં CMIE એ લોકોની પાછલા વર્ષે આવકમાં થયેલી વૃદ્ધિ અને ચાલુ વર્ષની કમાણીમાં વૃદ્ધિના ગુણત્તરોનું અધ્યયન કર્યુ હતુ.

સર્વે અનુસાર જે લોકોની માસિક કમાણી 4000 રૂપિયાથી ઓછી હતી, લોકડાઉન દરમિયાન તેમની કમાણીમાં વધારો થયો નથી. જે લોકોની માસિક આવક  6 હજાર રૂપિયા હતી, તેમની કમાણીમાં એક ટકાની વૃદ્ધિ થઇ છે, જ્યારે પાછલા વર્ષે તેમની આવક 16 ટકા વધી હતી. એપ્રિલ-જૂન 2019માં 5 લાખ રૂપિયા વાર્ષિક કે તેનાથી વધારે કમાણી કરનાર અડધાથી વધારે લોકોની કમાણીમાં વધારો થયો હતો. પરંતુ ચાલુ વર્ષે લોકડાઉનને પગલે તેમની આવકમાં 15 ટકાનો ઘટાડો થયો છે. 10 લાખ કે તેનાથી વધારે વાર્ષિક આવક મેળવનાર લોકોની આવકમાં જંગી ઘટાડો નોંધાયો છે.

તો વાર્ષિક 18થી 24 લાખ રૂપિયાની આવક મેળવનાર લોકોની કમાણીમાં કોઇ વધારો થયો નથી. તેમની આવકમાં ઉલટાનું ઘટાડો થયો છે, કારણ કે વર્ષ 2019માં આ વર્ગના લોકોની કમાણીમાં 65 ટકાની વૃદ્ધિ થઇ હતી.    ઉલ્લેખનિય છે કે ભારતના ઉચ્ચ વર્ગ, જેમની વાર્ષિક કમાણી 36 લાખતી વધારે છે, તેમની આવક લોકડાઉન દરમિયાન પણ વધી છે. અલબત લોકડાઉનની અસર તેમની ઉપર પણ પડી છે. CMIEના આંકડા મુજબ લોકડાઉન દરમિયાન ઇપીએફઓના લગભગ 13 લાખ ખાતાધારકોએ મજબૂર થઇ પોતાના પીએફના નાણાં ઉપાડ્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.