Share Market/ શેરબજારમાં શાનદાર ઉછાળો, સેન્સેક્સ ફરી 65,700ને પાર, નિફ્ટીમાં પણ મજબૂતી

શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 152.90 પોઈન્ટના વધારા સાથે 65,711.79 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 50.00 પોઈન્ટની મજબૂતાઈ સાથે 19,463.75 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.

Trending Business
Share Market

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે શેરબજારમાં સારી તેજી જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 152.90 પોઈન્ટના વધારા સાથે 65,711.79 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. તે જ સમયે, NSE નિફ્ટી 50.00 પોઈન્ટની મજબૂતાઈ સાથે 19,463.75 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સમાં સમાવિષ્ટ 30 શેરોમાંથી 24માં વધારો અને 6માં ઘટાડો જોવા મળી રહ્યો છે.

આ કારણે ભારતીય બજારમાં આવી તેજી

વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોના સમર્થનને કારણે સ્થાનિક શેરબજારોના બંને મુખ્ય સૂચકાંકોએ શુક્રવારે શરૂઆતના વેપારમાં વધારો નોંધાવ્યો હતો. ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IT) કંપનીઓમાં ખરીદીએ પણ શેરબજારોને તેમની તેજી ચાલુ રાખવામાં મદદ કરી. શરૂઆતના કારોબારમાં BSEનો 30 શેરનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 358.91 પોઈન્ટ ઉછળીને 65,917.80 પર પહોંચ્યો હતો. NSE ઈન્ડેક્સ નિફ્ટી પણ 106.65 પોઈન્ટ વધીને 19,520.40 પર પહોંચ્યો હતો.

આ કંપનીઓના શેરમાં થયો હતો  વધારો 

સેન્સેક્સના ઘટકોમાં એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા સ્ટીલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંક લાભાર્થીઓમાં હતા. બીજી તરફ પાવર ગ્રીડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એનટીપીસી અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો નોંધાયો હતો. એશિયન બજારોમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ અને હોંગકોંગનો હેંગસેંગ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા. ગુરુવારે પણ અમેરિકન બજારોમાં તેજીનું વાતાવરણ હતું.

વિદેશી રોકાણકારો દ્વારા ખરીદી

શેરબજારમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ ફરીથી ખરીદીની પ્રક્રિયા શરૂ કરી અને ગુરુવારે તેઓએ રૂ. 2,237.93 કરોડના શેર ખરીદ્યા. દરમિયાન, વૈશ્વિક તેલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.07 ટકા વધીને $81.42 પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું. ગુરુવારે BSE સેન્સેક્સ 66,064.21ની ટોચે પહોંચ્યા બાદ 0.25 ટકા વધીને 65,558.89 પર બંધ થયો હતો. નિફ્ટી 0.15 ટકા વધીને 19,413.75 પર હતો.

આ પણ વાંચો:મોંઘવારી/મોંઘવારીએ માઝા મૂકી,ખાણી-પીણીના ભાવ આસમાને,જૂનમાં વધારા સાથે મોંઘવારી દર 4.81 ટકાએ પહોંચ્યો

આ પણ વાંચો:Big Bazaar/બિગ બજારના નવા માલિકના નામ પર ટૂંક સમયમાં સીલ, ફ્યુચર ખરીદવાની રેસમાં રિલાયન્સ સહિત આ 3 કંપનીઓ

આ પણ વાંચો:GST/ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર હવે 28% GST લાગશે, સિનેમા હોલમાં ભોજન સસ્તું થશે

આ પણ વાંચો:Rice Sale/સરકાર પાસે ચોખાનો પૂરતો સ્ટોક, ભાવને નિયંત્રિત કરવા માટે OMSS નીતિમાં કરશે ફેરફાર