Not Set/ તમિલનાડુ : વરરાજાને તેના લગ્નમાં મિત્રોએ ભેટમાં આપ્યું મોંઘા ભાવનું ૫ લીટર પેટ્રોલ

તમે લગ્નની ગીફ્ટમાં સામાન્ય રીતે ગીફ્ટમાં કપડા, પૈસા જેવું આપતા હોય છે પરંતુ તમિલનાડુમાં એક વ્યક્તિની લગ્નમાં તેના મિત્રોએ જે ગીફ્ટ આપી તે બધાને હેરાન કરી દે તેવી છે. કુડડલૂરમાં વરરાજાના મિત્રોએ તેને લગ્નની ગીફ્ટમાં પાંચ લીટર પેટ્રોલ ગીફટના રૂપે આપ્યું હતું. તમિલનાડુની એક ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે લગ્ન સમારોહ દરમ્યાન નવદંપતીને અભિનંદન આપવા માટે […]

India Trending
petrol તમિલનાડુ : વરરાજાને તેના લગ્નમાં મિત્રોએ ભેટમાં આપ્યું મોંઘા ભાવનું ૫ લીટર પેટ્રોલ

તમે લગ્નની ગીફ્ટમાં સામાન્ય રીતે ગીફ્ટમાં કપડા, પૈસા જેવું આપતા હોય છે પરંતુ તમિલનાડુમાં એક વ્યક્તિની લગ્નમાં તેના મિત્રોએ જે ગીફ્ટ આપી તે બધાને હેરાન કરી દે તેવી છે. કુડડલૂરમાં વરરાજાના મિત્રોએ તેને લગ્નની ગીફ્ટમાં પાંચ લીટર પેટ્રોલ ગીફટના રૂપે આપ્યું હતું.

તમિલનાડુની એક ટીવી ચેનલના જણાવ્યા પ્રમાણે લગ્ન સમારોહ દરમ્યાન નવદંપતીને અભિનંદન આપવા માટે તેના મિત્રો પાંચ લીટર પેટ્રોલ લઈને પહોચી ગયા હતા અને આ પેટ્રોલ ગીફ્ટ રૂપે આપ્યું હતું.

સમાચાર ચેનલે  આ મામલાનો ૩૯ સેકંડનો વિડીયો પણ બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે હાલ તમિલનાડુમાં પેટ્રોલની કિંમત ૮૫.૧૫ રૂપિયા છે. દુલ્હાના મિત્રોના કહેવા પ્રમાણે પેટ્રોલ આજે જરૂરી વસ્તુ બની ગયું છે એટલે આ મોંઘુ પેટ્રોલ ગીફ્ટના રૂપે આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમત લગાતાર વધતી રહી છે. આ કિંમતને લઈને વિપક્ષની સરકાર લગાતાર આક્ષેપ અને તેલના ભાવ ઘટાડવા માટેની માંગ કરી રહી છે.

એક બાજુ જ્યાં દેશમાં પેટ્રોલના ભાવ આસમાને પહોચ્યા છે ત્યારે પોતાના દાવા અંગે યોગ ગુરુએ જણાવ્યું, પેટ્રોલ – ડીઝલને GSTના સૌથી ન્યૂનતમ ટેક્સ સ્લેબમાં શામેલ કરવું જોઈએ”.

બાબા રામદેવે કહ્યું હતું કે, “વર્તમાન સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિમતોએ દેશના સામાન્ય વ્યક્તિના ખિસ્સા ખાલી કરવાનું કામ કરી રહી છે. જયારે GSTમાં જો ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરવામાં આવે તો પણ સામાન્ય વ્યક્તિને કોઈ રાહત મળવાની નથી”.