Not Set/ કોરોના સંકટ વચ્ચે સોનાની ચમક પડી ફીંકી, માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડની માંગમાં આવ્યો 36 ટકાનો ઘટાડો

વૈશ્વિક મહામારીની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગમાં 36 ટકાનો જંગી ઘટાડો થયો છે. આ સમય દરમિયાન, ઝવેરાત અને સોનાનાં રોકાણની માંગ ઓછી થઈ ગઇ છે. એક અહેવાલ મુજબ, સોનાનાં ભાવમાં તીવ્ર વધારો, આર્થિક અનિશ્ચિતતા અને કોરોના દેશવ્યાપી લોકડાઉનને કારણે, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સોનાની માંગ ઘટીને 102 […]

Business
95e37f8e9b591e7c63541b7d2a52b669 કોરોના સંકટ વચ્ચે સોનાની ચમક પડી ફીંકી, માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડની માંગમાં આવ્યો 36 ટકાનો ઘટાડો

વૈશ્વિક મહામારીની અસર હવે ભારતમાં પણ જોવા મળી રહી છે. આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગમાં 36 ટકાનો જંગી ઘટાડો થયો છે. આ સમય દરમિયાન, ઝવેરાત અને સોનાનાં રોકાણની માંગ ઓછી થઈ ગઇ છે.

એક અહેવાલ મુજબ, સોનાનાં ભાવમાં તીવ્ર વધારો, આર્થિક અનિશ્ચિતતા અને કોરોના દેશવ્યાપી લોકડાઉનને કારણે, જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સોનાની માંગ ઘટીને 102 ટન થઈ ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જૂન ક્વાર્ટરમાં સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) નાં પ્રથમ ક્વાર્ટરનાં ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સનાં રિપોર્ટ અનુસાર, જાન્યુઆરીથી માર્ચ દરમિયાન જ્વેલરીની માંગમાં 41 ટકાનો ઘટાડો થયો છે. તે 11 વર્ષનાં તળિયે 73.9 ટન પર પહોંચી ગયું છે.

આ સમયગાળા દરમિયાન, રોકાણ માટે સોનાની માંગ 17 ટકા ઘટીને 28.1 ટન રહી છે. આમ, માર્ચ ક્વાર્ટરમાં સોનાની કુલ માંગ માત્ર 102 ટન હતી, જે ગયા વર્ષનાં સમાન ગાળામાં 159 ટન હતી. આ સમયગાળા દરમિયાન, વૈશ્વિક સોનાની માંગ માત્ર 1 ટકા વધીને 1,083.8 ટન થઈ છે. મૂલ્યની દ્રષ્ટિએ, ભારતમાં સોનાની માંગ પ્રથમ ક્વાર્ટરમાં 20 ટકા ઘટીને રૂ. 37,580 કરોડ થઈ છે, જે 2019 નાં સમાન ગાળામાં રૂ. 47,000 કરોડ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.