Not Set/ કોરોના સંક્રમીતની નવી પહેલ : માત્ર 20 જ દિવસમાં તૈયાર કરી 84 બેડની કોવિડ હોસ્પિટલ

  સુરતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે એક એક પરિવાર દ્વારા ખૂબ જ ઉત્તમ સેવા આપવામાં આવી છે.સુરતના એક મુસ્લિમ પરિવારમાં કોરોના પોઝીટીવ આવ્યા બાદ ખાનગી હૉસ્પિટમાં સારવાર કરાવતા લાખોનું બિલ થયું હતું.જેમાંથી પ્રેરણા લઈ ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને રૂપિયાના આભાવે મુશ્કેલી ન પડે માટે ટૂક સમય મા કોવિડ હોસ્પિટલ તૈયાર કરી સુરત મનપાને સમર્પિત […]

Gujarat Surat
a4359a12c707a3140880391d919d844c કોરોના સંક્રમીતની નવી પહેલ : માત્ર 20 જ દિવસમાં તૈયાર કરી 84 બેડની કોવિડ હોસ્પિટલ
 

સુરતમાં કોરોનાના વધતા કહેર વચ્ચે એક એક પરિવાર દ્વારા ખૂબ જ ઉત્તમ સેવા આપવામાં આવી છે.સુરતના એક મુસ્લિમ પરિવારમાં કોરોના પોઝીટીવ આવ્યા બાદ ખાનગી હૉસ્પિટમાં સારવાર કરાવતા લાખોનું બિલ થયું હતું.જેમાંથી પ્રેરણા લઈ ગરીબ અને સામાન્ય વર્ગના દર્દીઓને રૂપિયાના આભાવે મુશ્કેલી ન પડે માટે ટૂક સમય મા કોવિડ હોસ્પિટલ તૈયાર કરી સુરત મનપાને સમર્પિત કરી છે.જેનું લોકાર્પણ ગુજરાત ભાજપ અધ્યક્ષ સી આર પાટીલમાં હસ્થક કરવામાં આવ્યું .

સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા એક મુસ્લિમ પરિવાર કોરોનાની ચપેટમાં આવ્યું ને તમથી સારવાર બાદ સાજું પણ થઈ ગયું.પરંતુ આ દરમ્યાન તેમને હૃદય માં એક એવી બાબત લાગી આવી કે જેથી તેમને લોકોના સેવાકીય કાર્યમાટે 84 બેડની હોસ્પિટલ તૈયાર કરી નાખી.જીહા સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં ધનમોરા પાસે હીબા કોવિડ  હોસ્પિટલ તૈયાર કરી મનપાને સોંપવામાં આવી. સુરતના મુસ્લિમ સમાજમાં આગવું સ્થાન ધરાવનાર કાદર શેખ અને તેમના સગા ભાઈ થોડા દિવસો પહેલા કોરોના સંક્રમિત થયા. જોકે તેમના ભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી. અને હોસ્પિટલનું બિલ 12 લાખ રૂ થયું.રૂપિયા તો ભરાઈ ગયા ત્યારે બાદ વિચાર આવ્યો કે માધ્યમ અને ગરીબ વર્ગના લોકો આટલી મોંઘી કઈ રીતે સારવાર લઈ શકે. જેને લઈ કાદર શેખ અને તેમનો ભાઈ નેગેટિવ આવ્યા પછી તાત્કાલિક સેવાકીય કાર્ય માટે કોવિડ  હોસ્પિટલ તૈયાર કરી મનપા ને સોંપવાનો  વિચાર કર્યો અને માત્ર 20 દિવસમાં જ સુરતના અડાજણ પાટિયા ખાતે 84 બેડ વાળી હોસ્પિટલ તૈયાર કરી નાખી.હોસ્પિટલ તૈયાર કરી દેવાયા બાદ ગુજરાત ભાજપના પ્રમુખ સી આર પાટીલના હસ્તે લોકાર્પણ કરાયું હતું અને હોસ્પિટલ ની ચાવી મનપા કમીશ્નર ને સોંપવામાં આવી હતી.

તત્કાઇલ તૈયાર કરાયેલા અધ્યાયન સુવિધા સાથેની આ હોસ્પિટલ માં  કુલ ૮૪ બેડ છે, ૭૪ બેડ ઉપર ઓક્સિજનની પાઈપવાળી ઉપરાંત ૧૦ બેડ આઈસીયુ-વેન્ટીલેટરની સુવિધા સાથે ઉપલબ્ધ કરાયા છે. હોસ્પિટલની સમગ્ર કામગીરી માત્ર 20 દિવસમાં પૂરી કરવામાં આવી છે. પીપીપી અંતર્ગત પાર પાડવામાં આવેલા આ પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલમાં વિનામૂલ્યે દર્દીઓની સારવાર કરવામાં આવશે.જેનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગના કોવિડ દર્દીઓની સારવાર કરી તેમેન સ્વસ્થ કરવાનો જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.