Not Set/ કોરોના સામેની લડતને લઇને Radio City નાં RJ હર્શિલ જાણો શું કરી રહ્યા છે અપીલ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ઘરમાં રહેવુ, સુરક્ષિત રહેવુ આ વાક્યને દરેક લોકો અનુસરી રહ્યા છે. આ વચ્ચે Radio City  નાં RJ હર્શિલે કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં લોકો કેવી રીતે કામ કરી રહ્યા છે તે વિશે કહ્યુ હતુ. તેેમણે કહ્યુ કે, આજે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક લોકોનાં જોબનો સમય બદલાઇ […]

Ahmedabad Gujarat
0edf27330d2934c7350b01a51ecf2bd3 કોરોના સામેની લડતને લઇને Radio City નાં RJ હર્શિલ જાણો શું કરી રહ્યા છે અપીલ
0edf27330d2934c7350b01a51ecf2bd3 કોરોના સામેની લડતને લઇને Radio City નાં RJ હર્શિલ જાણો શું કરી રહ્યા છે અપીલ

રાજ્યમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે ઘરમાં રહેવુ, સુરક્ષિત રહેવુ આ વાક્યને દરેક લોકો અનુસરી રહ્યા છે. આ વચ્ચે Radio City  નાં RJ હર્શિલે કોરોનાનાં કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનમાં લોકો કેવી રીતે કામ કરી રહ્યા છે તે વિશે કહ્યુ હતુ. તેેમણે કહ્યુ કે, આજે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક લોકોનાં જોબનો સમય બદલાઇ ગયો છે. છેલ્લા બે મહિનાથી ઘરે રહીને કામ કેવી રીતે કરવુ તે લોકોએ શીખી લીધુ છે. આ એક ટફ સમય છે, પરંતુ તેમ છતા આ સમયમાં પણ ઘણા લોકોએ પોતાની સર્વિસ આપી છે, તે પછી મેડિકલ સ્ટાફ હોય, સફાઈ કર્મચારીઓ હોય કે પછી મીડિયાકર્મીઓ હોય.

Radio City RJ હર્શિલે વધુમાં કહ્યુ કે, હુ આ સમયમાં કામ કરી રહેલા મીડિયાકર્મીને સલામ કરુ છુ, જેઓ આજે જોખમી જગ્યાએ જઇને પણ રિપોર્ટીંગ કરી રહ્યા છે અને જેઓને પોતાના પરિવારને પણ સ્વસ્થ રાખવાના છે અને સાથે હુ પોલીસકર્મીઓને પણ સલામ કરુ છુ, જેઓ 24 કલાક રસ્તાઓ પર ઉભા રહે છે. પોલીસકર્મીઓમાં ઘણા એવા લોકો પણ હતા કે જેઓ 2 દિવસો સુધી ઘરે પણ નહોતા ગયા. આ તે લોકો છે કે જેમના કારણે આપણે થોડા બચીને રહ્યા છીએ. આ સાથે RJ હર્શિલે કહ્યુ કે, આપણે હજી પણ આ બદલાયેલા સમયને, નવા નિયમોને ફોલો કરીને આગળ વધવાનું છે. જો દરેક પોતાની અને પોતાના પરિવારની સાવચેતી રાખશે તો આપણે એક એવી માનવ ચેઈન બનાવી શકીશું જે આ કોરોના વાયરસને બ્લોક કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં કેસ સતત વધી રહ્યા છે. એક તરફ સરકાર હવે લોકડાઉનમાં રાહત આપતા ધીરે ધીરે બધુ ખોલવાનુ વિચારી રહી છે ત્યારે વધી રહેલા કોરોનાનાં કેસ આવતા સમયમાં કેટલી મોટી સંખ્યામાં સામે આવી શકે તે વિચાર પણ ભયાવહ છે. રાજ્ય સરકાર ખાસ કરીને કન્ટેનમેન્ટ ઝોનને લઇને વધુ ચિંતિત બની છે. વળી તાજેતરમાં કોરોનાની વેક્સીનને લઇને પણ કોઇ સારા સમાચાર સામે આવી રહ્યા નથી. ત્યારે આ સમયમાં કોઇ કારણ વિના ઘરની બહાર નિકળવુ એક રીતે કોરોનાને પોતાના ઘરમાં પ્રવેશ આપવા બરાબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.