Not Set/ #કોરોના/ સુરતમાં આજે ફરી વધ્યા આટલા કેસ; સંક્રમણનાં ફેલાવાને જોઇ તંત્ર પણ દંગ

વિશ્વભરમાં અસાધ્ય કોરોના પોતાનો પંજો કસી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના કેસ વધતા જ જાય છે. જો કે પહેલા જે ગતી હતી તેમા ઘણી નરમાશ જોવામાં આવી રહી છે. આવી જ પરિસ્થિતિ ગુજરાતની પણ છે. કોરોનાનું સંક્રમણ જે વિસ્તારમાં અને જે શહેરમા ફેલાયેલું છે તેની હાલત દિવસે ને દિવસે બદત્તર થતી જોવામાં આવતા તંત્રનાં પણ […]

Gujarat Surat
e77d68dbc6645603420e1943a8f699f6 #કોરોના/ સુરતમાં આજે ફરી વધ્યા આટલા કેસ; સંક્રમણનાં ફેલાવાને જોઇ તંત્ર પણ દંગ

વિશ્વભરમાં અસાધ્ય કોરોના પોતાનો પંજો કસી રહ્યો છે. દિવસે ને દિવસે કોરોના કેસ વધતા જ જાય છે. જો કે પહેલા જે ગતી હતી તેમા ઘણી નરમાશ જોવામાં આવી રહી છે. આવી જ પરિસ્થિતિ ગુજરાતની પણ છે. કોરોનાનું સંક્રમણ જે વિસ્તારમાં અને જે શહેરમા ફેલાયેલું છે તેની હાલત દિવસે ને દિવસે બદત્તર થતી જોવામાં આવતા તંત્રનાં પણ હાજા ગગડાવી રહી છે. અમદાવાદ અને વડોદરા અને સુરતમાં પોઝિટીવ કેસથી હાહાકાર જોવામાં આવી રહ્યો છે. ત્યારે ફરી સુરતમાં એક સાથે ઢગલો એક પોઝિટીવ કેસ નોંધવામાં આવતા તંત્ર પણ હેબતાઇ ગયેલું જોવામા આવી રહ્યું છે. 

જી હા, સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાના કેસનો સુરત શહેર અને જિલ્લામાં ફરી એક વખત બમ્પર વધારો થયો છે. આજે શહેરમાં વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 513 પર પહોંચી છે. આજે નોંધાયેલા 20 પોઝિટિવ કેસ હોટસ્પોટ વિસ્તારના છે,  એ વાત ચોક્કસ છે કે હવે જે પણ કેસ નોંધવામાં આવે છે તે લોકલ ટ્રાન્સમિશનના કારણે કેસોમાં વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ આવનાર તમામ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડાવામાં આવ્યા છે અને તેમના પરિવારજનોને કોરન્ટાઈન કરાયા છે.

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝના આ ખાસ અહેવાલનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન..