Not Set/ ક્રિકેટ રસીયાઓ માટે Good News, IPL 19 સપ્ટેમ્બરથી થઇ શકે છે શરૂ

  જે ઈન્ડિયન પ્રીમિયર લીગની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેની હવે શરૂઆત 19 સપ્ટેમ્બરથી યુએઇમાં થઈ શકે છે અને તેની ફાઈનલ 8 નવેમ્બરનાં રોજ રમાઇ શકે છે. બીસીસીઆઈનાં ટોચનાં સૂત્રોએ ગુરુવારે પીટીઆઈને આ માહિતી આપી હતી. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની આવતા અઠવાડિયે બેઠક યોજાશે જેમા તેને અંતિમરૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામા આવશે. […]

Uncategorized
c9997238afd6299ede90390b6eff2cc9 ક્રિકેટ રસીયાઓ માટે Good News, IPL 19 સપ્ટેમ્બરથી થઇ શકે છે શરૂ
 

જે ઈન્ડિયન પ્રીમિયર લીગની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેની હવે શરૂઆત 19 સપ્ટેમ્બરથી યુએઇમાં થઈ શકે છે અને તેની ફાઈનલ 8 નવેમ્બરનાં રોજ રમાઇ શકે છે. બીસીસીઆઈનાં ટોચનાં સૂત્રોએ ગુરુવારે પીટીઆઈને આ માહિતી આપી હતી. આઇપીએલની ગવર્નિંગ કાઉન્સિલની આવતા અઠવાડિયે બેઠક યોજાશે જેમા તેને અંતિમરૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી આપવામા આવશે. જાણવા મળ્યું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ પોતાની યોજના વિશે ફ્રેન્ચાઇઝીઓને જણાવી દીધુ છે.

c07cdef58f75c0e66e46f952ff942b53 ક્રિકેટ રસીયાઓ માટે Good News, IPL 19 સપ્ટેમ્બરથી થઇ શકે છે શરૂ

બીસીસીઆઈનાં વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે સંભાવના છે કે આઈપીએલ 19 સપ્ટેમ્બર (શનિવાર) થી શરૂ થશે અને ફાઈનલ 8 નવેમ્બર (રવિવાર) નાં રોજ રમાશે. આ રીતે તે 51 દિવસ ચાલશે અને ફ્રેન્ચાઇઝી અને બ્રોડકાસ્ટર્સ સિવાયનાં હોદ્દેદારો સાથે સુસંગત રહેશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને મુલતવી રાખવાનો નિર્ણય લીધા પછી આઈપીએલ શક્ય બન્યું છે. એવી અટકળો ચાલી રહી હતી કે આઈપીએલ 26 સપ્ટેમ્બરથી શરૂ થશે પરંતુ બીસીસીઆઇ તેની શરૂઆત એક અઠવાડિયા પહેલા કરવા માંગે છે જેથી ભારતીય ટીમનાં ઓસ્ટ્રેલિયન પ્રવાસને અસર ન થાય.

e657d2fc910114439c64b5c2308043a4 ક્રિકેટ રસીયાઓ માટે Good News, IPL 19 સપ્ટેમ્બરથી થઇ શકે છે શરૂ

અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયન સરકારનાં નિયમો અનુસાર ત્યાં પહોંચ્યા બાદ 14 દિવસ સુધી અલગ રહેવું પડશે. તેમા વિલંબ સાથે મુશ્કેલી ઉભી થઇ શકે છે. તેમણે કહ્યું કે આ 51 દિવસીય કાર્યક્રમની સારી વાત એ હશે કે તે એક દિવસમાં બે મેચોનાં આયોજનની સંખ્યા ઘટશે. સાત અઠવાડિયા સુધી ટુર્નામેન્ટ ચાલે છે, અમે પાંચ દિવસ બે મેચોનું આયોજનનાં મૂળ કાર્યક્રમ પર ટકી રહી શકીએ છીએ. દરેક ટીમને પ્રેક્ટિસ કરવા માટે એક મહિનાનો સમયની જરૂર પડશે અને ફ્રેન્ચાઇઝી 20 ઓગસ્ટ સુધીમાં આયોજન સ્થળોએ પહોંચશે. આનાથી તેઓને ચાર અઠવાડિયાની તૈયારીનો સમય મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.