Not Set/ ક્રિકેટ/ BCCIને 4800 કરોડનો દંડ, ડેકક્ન ચાર્જરને હટાવવું પડ્યું ભારે

IPLની શરૂઆતી ટીમ પૈકીની એક ડેકક્ન ચાર્જરને ખોટી રીતે લીગમાંથી સસ્પેન્ડ કરવું BCCI ને મોંઘું પડી રહ્યું છે. ડેકક્ન ચાર્જરને ખોટી રીતે લીગમાંથી સસ્પેન્ડ કરવાને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને 4800 કરોડ રૂપિયાની નુક્શાની ચૂકવવાનો આદેશ કર્યો છે. મુંબઈ હાઈકોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો ફેસલો શુક્રવારે ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડિંગ્સની તરફેણમાં સંભળાવવામાં આવ્યો. BCCIનાં […]

Uncategorized
e38776b2f8f5cbe52f2765d09426b2d7 ક્રિકેટ/ BCCIને 4800 કરોડનો દંડ, ડેકક્ન ચાર્જરને હટાવવું પડ્યું ભારે
IPLની શરૂઆતી ટીમ પૈકીની એક ડેકક્ન ચાર્જરને ખોટી રીતે લીગમાંથી સસ્પેન્ડ કરવું BCCI ને મોંઘું પડી રહ્યું છે. ડેકક્ન ચાર્જરને ખોટી રીતે લીગમાંથી સસ્પેન્ડ કરવાને લઈ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને 4800 કરોડ રૂપિયાની નુક્શાની ચૂકવવાનો આદેશ કર્યો છે. મુંબઈ હાઈકોર્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા આ વિવાદનો ફેસલો શુક્રવારે ડેક્કન ક્રોનિકલ્સ હોલ્ડિંગ્સની તરફેણમાં સંભળાવવામાં આવ્યો.

BCCIનાં એક અધિકારી મુજબ આ ફેંસલો આશ્ચર્યજનક છે પરંતુ આ ફેંસલો વાંચ્યા બાદ જ તેના પર અંતિમ નિર્ણય લેવાશે. જોકે બોર્ડ આની સામે અપીલમાં જઈ શકે છે. તેમણે કહ્યું કે ઈમાનદારીથી કહું તો આને જોવું જ પડશે કેમકે લવાદ પર ભરોસો કરવામાં આવ્યો છે અને કોઈ આદેશ વાંચ્યા બાદ તેનું મુલ્યાંકન કરી શકે છે. જો કે મળતી માહિતિ પ્રમાણે BCCI આ મુદ્દે જરૂરથી અપીલમાં જઈ શકે છે.

આ મામલો 2012નો છે કે જ્યારે BCCIએ ડેક્કન ચાર્જર સાથેનું જોડાણ પુરૂ કરી નાખ્યું અને હૈદરાબાદની ફ્રેન્ચાઈઝીને BCCIનાં આ ફેંસલાને પડકાર આપ્યો હતો. ડેક્કન ચાર્જરે મુંબઈ હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો જેમાં નિવૃત ન્યાયાધિશ સી.કે.ઠક્કરને લવાદ તરીકે નિમવામાં આવ્યા હતા. DCHLએ 6046 કરોડ રૂપિયા નુક્શાની પેટે તેમજ વ્યાજ મેળવવા માટે દાવો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.