Not Set/ દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપે મચાવ્યો કહેર, જાણો હવે ક્યા અનુભવાયો આંચકો

મણિપુરનાં ઉખરુલમાં આજે સવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, આજે સવારે 3.32 વાગ્યે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનો આંચકો 4.3 નોંધાયો છે. જો કે, આ ભૂકંપમાં કોઈ નુકસાન થયું નથી. આપને જણાવી દઈએ કે, અગાઉ મંગળવારે લદ્દાખમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. આપને જણાવી દઈએ કે, મંગળવારે સવારે […]

Uncategorized
8c10c102ae7d62e8db8909704e0bb5fe દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપે મચાવ્યો કહેર, જાણો હવે ક્યા અનુભવાયો આંચકો
8c10c102ae7d62e8db8909704e0bb5fe દેશમાં એક તરફ કોરોના અને બીજી તરફ ભૂકંપે મચાવ્યો કહેર, જાણો હવે ક્યા અનુભવાયો આંચકો

મણિપુરનાં ઉખરુલમાં આજે સવારે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં જણાવ્યા અનુસાર, આજે સવારે 3.32 વાગ્યે આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપનો આંચકો 4.3 નોંધાયો છે. જો કે, આ ભૂકંપમાં કોઈ નુકસાન થયું નથી. આપને જણાવી દઈએ કે, અગાઉ મંગળવારે લદ્દાખમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.

આપને જણાવી દઈએ કે, મંગળવારે સવારે લદ્દાખમાં ભૂકંપનાં તીવ્ર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ સવારે 5.13 વાગ્યે આંચકા અનુભવાયા હતા. ભૂકંપની રિક્ટર સ્કેલ પર 5.1 ની તીવ્રતા નોંધાઇ હતી. તેનું કેન્દ્ર લેહથી 174 કિલોમીટર દૂર હતું. જો કે, આ ભૂકંપને કારણે હજી સુધી કોઈ નુકસાન થયું નથી. ભૂકંપનાં ત્રાટક્યા બાદ લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા.

આ પણ વાંચો – MI vs RR/ મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેળવી આસાન જીત, લગાવી જીતની હેટ્રીક

દેશમાં સતત ભૂકંપનાં આંચકા અનુભવાય છે. તમે જાણો છો કે કેમ આવે છે ભૂકંપ? જ્યારે પૃથ્વીની અંદર પ્લેટ્સની ટક્કર થાય છે ત્યારે ભૂકંપ આવે છે. પૃથ્વીની અંદર 7 પ્લેટો છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટ્સ કોઈ જગ્યાએ ટકરાઈ જાય છે, જેના કારણે ફોલ્ટ લાઇન ઝોન બને છે અને સપાટીનાં ખૂણા વળી જાય છે. સપાટીનાં વળાંકને લીધે, ત્યા દબાણ થાય છે અને પ્લેટ્સ તૂટી જાય છે. આ પ્લેટ્સનાં તૂટવાથી આંતરિક ઉર્જા બહાર આવવા માટેનો માર્ગ શોધે છે, જેના કારણે ધરતીમાં કંપન શરૂ થઇ જાય છે જેને આપણે ભૂકંપ તરીકે ઓળખીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.