Not Set/ ખેડૂતોને મૂડીવાદીઓનાં ગુલામ બનાવી રહ્યા છે PM મોદી : રાહુલ ગાંધી

વિપક્ષી પાર્ટીઓ કૃષિ સુધારણાને લગતા બીલ પર સરકાર પર શાંબ્દિક પ્રહાર કરી રહી છે અને આ બિલને ખેડૂત અને કૃષિ વિરોધી ગણાવી રહી છે. રાજ્યસભામાં સત્તા અને વિપક્ષમાં કૃષિ બિલ પર ચર્ચા ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૃષિ બિલ અંગે મોદી સરકાર પર નિશાન સાધતા સવાલ ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ […]

Uncategorized
b26843f2c2844a125f4f2208c7e8051b 1 ખેડૂતોને મૂડીવાદીઓનાં ગુલામ બનાવી રહ્યા છે PM મોદી : રાહુલ ગાંધી

વિપક્ષી પાર્ટીઓ કૃષિ સુધારણાને લગતા બીલ પર સરકાર પર શાંબ્દિક પ્રહાર કરી રહી છે અને આ બિલને ખેડૂત અને કૃષિ વિરોધી ગણાવી રહી છે. રાજ્યસભામાં સત્તા અને વિપક્ષમાં કૃષિ બિલ પર ચર્ચા ચાલી રહી છે. દરમિયાન કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કૃષિ બિલ અંગે મોદી સરકાર પર નિશાન સાધતા સવાલ ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને મૂડીવાદીઓનાં ગુલામ બનાવી રહ્યા છે.

રાજ્યસભામાં કૃષિ બિલ અંગેની ચર્ચા વચ્ચે, રાહુલ ગાંધીએ રવિવારે પોતાના ટ્વિટમાં લખ્યું, “મોદી સરકારનાં કૃષિ વિરોધી કાળા કાયદાથી ખેડૂતોને: 1. જ્યારે એપીએમસી/કિસાન બજાર ખતમ થઇ જશે ત્યારે MSP કેવી રીતે મળશે? 2. MSP ની બાંયધરી કેમ નથી? મોદીજી ખેડૂતોને મૂડીવાદીઓનાં ગુલામબનાવી રહ્યા છે, જેને દેશ ક્યારેય સફળ થવા દેશે નહીં.”

વાયનાડનાં કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ તાજેતરમાં જ મોદી સરકારનાં ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાને નિશાન બનાવ્યું હતું. તેમણે કહ્યું, “મોદીજીએ ખેડૂતોની આવક બમણી કરવાનું વચન આપ્યું હતું, પરંતુ ખેડૂત-ખેતમજૂરોનું આર્થિક શોષણ કરવા માટે મોદી સરકાર કાળોકાયદો બનાવી રહી છે. આ જમીંદારી નું નવુ રૂપ છે અને મોદીજીનાં અનુક મિત્રો નવા ભારતનાં જમીંદાર હશે. કૃષિ બજાર હટશે, દેશની ખાદ્ય સુરક્ષા ભૂસાઇ જશે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.