Not Set/ ગાંધીનગરઃ ઉવારસદ ગામમાં 200 જાનયાઓને ફુડ પોઇઝનિંગ, 13 બાળકો સહિત 156 લોકો હૉસ્પિટલમાં

ગાંધીનગરઃ ઉવારસદ ગામમાં લગ્ન પ્રસંગમાં 200 થી વધુ લોકો ફુટ પોઇઝનિંગનો ભોગ બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ફુટ પોઇઝનિંગની અસર 13 જેટલા બાળકોને પણ થઇ છે. જેમાથી 156 લોકોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે જિલ્લા કલેક્ટર પણ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની મુલાકાતે દોડી આવ્યા હતા. ફુટ પોઇઝનિંગનો ભોગ બનેલા દર્દીઓ […]

Uncategorized

ગાંધીનગરઃ ઉવારસદ ગામમાં લગ્ન પ્રસંગમાં 200 થી વધુ લોકો ફુટ પોઇઝનિંગનો ભોગ બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો હતો. ફુટ પોઇઝનિંગની અસર 13 જેટલા બાળકોને પણ થઇ છે. જેમાથી 156 લોકોને ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ મામલે જિલ્લા કલેક્ટર પણ ગાંધીનગર સિવિલ હૉસ્પિટલની મુલાકાતે દોડી આવ્યા હતા. ફુટ પોઇઝનિંગનો ભોગ બનેલા દર્દીઓ સાથે વાત કરી હતી.

લગ્ન પ્રસંગે કેટ્રીનનું કામ કરતા લોકો વધુ પૈસા કમાઇ લેવાની લાઇમાં ભોજનમાં હલકી ગુણવતા વાળી વસ્તુઓનો ઉપયોગ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. ત્યારે કેટ્રીન ચલાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા કેટ્રીન માલિકો સામે પગલા લઇને દાખલો બેસાડવા તંત્રએ લાલ આંખ કરવી જોઇએ.