Not Set/ ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહત્વની જાહેરાત, કોરોનાના કહેર વચ્ચે નવરાત્રીનું નહીં કરાય આયોજન

સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી આ વર્ષે કોરોનાની પરિસ્થિતિમાં નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી ટોચ અગ્રતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ […]

Uncategorized
55eba9806757fe6de7eeb94638369cf6 ગાંધીનગર કલ્ચરલ ફોરમની મહત્વની જાહેરાત, કોરોનાના કહેર વચ્ચે નવરાત્રીનું નહીં કરાય આયોજન

સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી આ વર્ષે કોરોનાની પરિસ્થિતિમાં નહીં યોજાય. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષએ આજે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી ટોચ અગ્રતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમ છેલ્લા ૨૫ વર્ષોથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરે છે. આઠમની મહાઆરતી અને પરંપરાગત શાસ્ત્રીય ગરબા ગાનને કારણે કલ્ચરલ ફોરમના ગરબા ગુજરાતમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીના કપરા કાળમાં પરિસ્થિતિ હજુ પણ વિકટ છે. ભારતમાં અને ગુજરાતમાં કોરોના નિયંત્રણમાં જરૂર આવ્યો છે, પરંતુ હજુ કેસોની સંખ્યા યથાવત રહી છે. એટલું જ નહીં, કોરોનાનું સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે. આવી પરિસ્થિતિ હજુ આગામી મહિનાઓ સુધી યથાવત રહે તેવી સંભાવનાને પગલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે વ્યાપક જનહિતમાં આ વર્ષે નવરાત્રી મહોત્સવનું આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.